For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં નોંધાયો મંકીપોક્સનો પ્રથમ શંકાસ્પદ કેસ

જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં મંકીપોક્સના શંકાસ્પદ લક્ષણો સાથે 25 વર્ષીય શિક્ષકને દાખલ કરવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

રાજકોટ : જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં મંકીપોક્સના શંકાસ્પદ લક્ષણો સાથે 25 વર્ષીય શિક્ષકને દાખલ કરવામાં આવ્યા છે. જામનગર શહેરની હદમાં રહેતા દર્દીએ ગુરુવારના રોજ ત્વચા પર ચકામા અને તાવ સાથે હોસ્પિટલના ત્વચારોગ વિભાગનો સંપર્ક કર્યો હતો.

બે દિવસમાં પરિણામ આવવાની અપેક્ષા

બે દિવસમાં પરિણામ આવવાની અપેક્ષા

આ શિક્ષકના સેમ્પલ અમદાવાદની BJ મેડિકલ કોલેજમાં મોકલવામાં આવ્યા છે અને બે દિવસમાં પરિણામ આવવાની અપેક્ષા છે.

જીજી હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, ફોલ્લીઓ 'અસામાન્ય' લાગે છે, પરંતુ ક્લિનિકલ તપાસમાં જખમનું કારણ નક્કી થઈ શક્યું નથી.

ચિકન પોક્સના દર્દીઓમાં જોવા મળતા ફોલ્લીઓ કરતા મોટા હોય છે. જોકે, મેડિસીન વિભાગના ડૉકટર્સ માને છે કે, તે મંકીપોક્સનો કેસ નથી.

દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી

દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી

જ્યારે જામનગરના કલેક્ટરનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેમણે જણાવ્યું હતું કે, દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી, પરંતુ સાવચેતીના ભાગરૂપે અમે તેને આઈસોલેશન વોર્ડમાં રાખ્યો છે અને તેના સેમ્પલ ટેસ્ટ માટે મોકલ્યા છે.

બધા પોક્સના લક્ષણો એકસરખા હોય છે

બધા પોક્સના લક્ષણો એકસરખા હોય છે

જીજી હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. દીપક તિવારીએ જણાવ્યું હતું કે, દર્દીને તાવની સાથે પગ અને શરીરના અન્ય ભાગો પર સામાન્ય ત્વચા પર ફોલ્લીઓ હોય છે. તે અન્ય કોઈ પોક્સ અથવા જંતુના કરડવાથી પણ હોઈ શકે છે. જોકે, સાવચેતીના પગલા તરીકે, અમે તેના નમૂનાઓ પરીક્ષણ માટે મોકલ્યા છે.

બધા પોક્સના લક્ષણો એકસરખા હોય છે, તેથી અમે જોખમ લેવા માંગતા નથી. મેડિકલ ટીમોએ પહેલાથી જ દર્દીના ઘરની નજીકના વિસ્તારમાં કોન્ટેક્ટ ટ્રેસિંગ શરૂ કરી દીધું છે.

English summary
First suspected case of monkeypox reported in Gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X