રાજ્યમાં માવઠાની આગાહી, રાજકોટ માર્કેટ યાર્ડે ખેડૂતોને આપી આ સલાહ
Gujarat Weather Update: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજકોટ માર્કેટ યાર્ડ ખેડૂતોને નુકસાન ન થાય, તે માટે નક્કર પગલાં લઈ રહ્યું છે. રાજકોટ માર્કેટ યાર્ડના અધિકારીઓએ વેપારીઓ અને ખેડૂતોને ખુલ્લામાં પાક ન રાખવા સૂચના આપી છે.
ખેડૂતોને તેમના પાકને પ્લેટફોર્મ પર ઉતારવાની સૂચના આપવામાં આવી છે, જેથી તેમના પાકને વરસાદમાં ભીના થવાનું જોખમ ન રહે. આ સાથે વરસાદની આગાહીના કારણે હરાજી સવારે 5 થી 8 સુધી જ રાખવામાં આવી છે.

આ સાથે રાજકોટ માર્કેટ યાર્ડમાં પાકની ભીડ ન થાય, તે માટે મરચાના પાક માટે ટોકન સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે શુક્રવારના રોજ સૌરાષ્ટ્ર અને રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો છે.
શુક્રવારના રોજ ભાવનગર, રાજકોટ, ડાંગ, વલસાડ સહિતના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ થયો હતો. આ સાથે શનિવારની સવારે અમદાવાદમાં ભારે વરસાદ નોંધાયું હતું.












Click it and Unblock the Notifications
