RMCના પદાધિકારીઓ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વચ્ચે મહત્વની બેઠક યોજાઇ
રાજકોટ શહેરમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ભવ્ય રોડ શો યોજાયા બાદ મંગળવારના રોજ મુખ્યમંત્રીએ રાજકોટ મહાનગરપાલિકાના મેયર સહિતના પદાધિકારીઓને ગાંધીનગર બોલાવ્યા હતા.
રાજકોટ શહેરમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ભવ્ય રોડ શો યોજાયા બાદ મંગળવારના રોજ મુખ્યમંત્રીએ રાજકોટ મહાનગરપાલિકાના મેયર સહિતના પદાધિકારીઓને ગાંધીનગર બોલાવ્યા હતા. જ્યાં મુખ્યમંત્રી નિવાસ ખાતે રાજકોટના વિકાસકામોની સમીક્ષા કરવા બાબતે બેઠક યોજાઇ હતી.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત વિગતો મુજબ મંગળવારની સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ મહાનગર પાલિકાના મેયર સહિતના પદાધિકારીઓને મળવા માટે સમય ફાળવ્યો હતો.
મંગળવારની સાંજે મેયર પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન પુષ્કર પટેલ અને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી તેમજ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા મુખ્યમંત્રી આવાસ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રૂબરૂ મળીને વિકાસના કામોની ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં રાજકોટ શહેરના ઓવરબ્રીજના કામો ઉપરાંત અન્ય વિકાસકામો બાબતે તેમજ નાણાકીય (ગ્રાન્ટ) સહાય વગેરેની ચર્ચા વિચારણા થઇ હતી.












Click it and Unblock the Notifications
