જાણો સૌરાષ્ટ્ર, ગુજરાત અને દેશમાં શું છે કોરોનાની પરિસ્થિતિ

સૌરાષ્ટ્રમાં સોમવારના રોજ કોવિડ 19થી ચાર લોકોના મોત થયા છે. આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભાવનગર શહેરમાં એક વ્યક્તિનું, ભાવનગર ગ્રામ્યમાં બે અને જામનગર ગ્રામ્યમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.

Saurashtra Covid Update : સૌરાષ્ટ્રમાં સોમવારના રોજ કોવિડ 19થી ચાર લોકોના મોત થયા છે. આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભાવનગર શહેરમાં એક વ્યક્તિનું, ભાવનગર ગ્રામ્યમાં બે અને જામનગર ગ્રામ્યમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.

સોમવારના રોજ રાજકોટ શહેરમાં કુલ 13 લોકોનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 21 લોકોનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જામનગર જિલ્લામાં 10 અને ભાવનગર જિલ્લામાં 11 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

કોરોના મુક્ત થયેલા દર્દીઓની સંખ્યા 2570

કોરોના મુક્ત થયેલા દર્દીઓની સંખ્યા 2570

રાજ્યમાં કોરોના સંક્રમણની વાત કરવામાં આવે તો રાજ્યમાં સોમવારના રોજ 1040 નવા કેસ નોંધાયા છે. આ સાથે 14 દર્દીઓના કોરોના સંક્રમણને કારણે મૃત્યુ થયાછે. જો કે, છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના મુક્ત થયેલા દર્દીઓની સંખ્યા 2570 છે.

રાજ્યનો કુલ મૃત્યુઆંક 10,545 થયો

રાજ્યનો કુલ મૃત્યુઆંક 10,545 થયો

જો કોરોના કેસની વાત કરીએ તો અમદાવાદમાં 350, સુરતમાં 80, વડોદરામાં 234 અને રાજકોટમાં 34 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યનો કુલ મૃત્યુઆંક 10,822 થયોછે. તો રાજ્યમાં કુલ 11,92,841 દર્દીઓ સાજા થયા છે. હાલ રાજ્યમાં 12,677 એક્ટિવ કેસ છે.

ભારતમાં 34,113 નવા કોવિડ-19 કેસ નોંધાયા

ભારતમાં 34,113 નવા કોવિડ-19 કેસ નોંધાયા

ભારતમાં સોમવારના રોજ છેલ્લા 24 કલાકના સમયગાળામાં 27409 નવા કોવિડ 19 કેસ નોંધાયા છે. આ સાથે 347 કોરોના દર્દીના મોત થયા છે. મંત્રાલયના જણાવ્યાઅનુસાર, ભારતમાં દૈનિક હકારાત્મકતા દર 3.19 ટકા અને સાપ્તાહિક હકારાત્મકતા દર 3.99 ટકા નોંધવામાં આવ્યો છે.

ભારતમાં અત્યાર સુધીમાં કુલ 75.18 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં છેલ્લા 24 કલાકમાં 10,67,908 ટેસ્ટ કરવામાં આવ્યા છે. સોમવારના રોજ કુલ 91,930 દર્દીઓસ્વસ્થ થયા છે અને કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા હવે 4,16,77,641 છે. જેના પરિણામે ભારતનો રિકવરી રેટ 97.68 ટકા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X