જાણો સૌરાષ્ટ્ર સહિત દેશ અને રાજ્યમાં કોરોનાની શું છે પરિસ્થિતિ?

રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણમાં ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં રાજકોટ શહેરમાં 410 અને ગ્રામ્ય વિસ્તારોમાં 211 કેસ નોંધાયા હતા. શનિવારના રોજ સમગ્ર જિલ્લામાં 707 કેસ નોંધાયા હતા.

રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણમાં ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં રાજકોટ શહેરમાં 410 અને ગ્રામ્ય વિસ્તારોમાં 211 કેસ નોંધાયા હતા. શનિવારના રોજ સમગ્ર જિલ્લામાં 707 કેસ નોંધાયા હતા. સત્તાવાર આંકડાઓ અનુસાર હાલ રાજકોટમાં 8,132 એક્ટિવ કેસ છે, જેમાંથી 72 હોસ્પિટલમાં દાખલ છે. ભાવનગર જિલ્લામાં 399 કેસ નોંધાયા છે, જ્યારે શહેરમાં માત્ર 29 લોકો કોરોના સંક્રમણનો ભોગ બન્યા હતા.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 632 કેસ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 632 કેસ

એક વ્યક્તિનું કોરોના સંક્રમણને કારણે મોત થયું હતું. જામનગર શહેરમાં પણ શનિવારના રોજ નોંધાયેલા 526 કેસની સરખામણીમાં 138 લોકોના ટેસ્ટ પોઝિટિવ સાથેભારે ઘટાડો જોવા મળ્યો હતો.

જામનગર ગ્રામ્યમાં પણ રવિવારના રોજ માત્ર 42 કેસ નોંધાયા હતા. અપ્રમાણિત અહેવાલો જામનગરમાં મૃત્યુઆંક ત્રણ દર્શાવે છે.

અમરેલી જિલ્લામાં 175 લોકોનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે, જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 632 કેસ છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 3,06,064 નવા કેસ નોંધાયા

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 3,06,064 નવા કેસ નોંધાયા

કોરોના વાયરસના કેસમાં સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધાયો છે, પરંતુ દૈનિક દર્દીઓની સંખ્યા હજૂ પણ ત્રણ લાખથી વધુ છે.

સોમવારના રોજ ડેટા જાહેર કરતા કેન્દ્રીયસ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 3,06,064 નવા કેસ નોંધાયા છે, જ્યારે 439 લોકોના મોત થયાછે.

જો રવિવારના રોજ જાહેર કરવામાં આવેલા આંકડાઓ પર નજર કરીએ તો કોરોનાના દૈનિક કેસમાં 27,469 દર્દીઓનો ઘટાડો થયો છે.

આ ઉપરાંત છેલ્લા એક દિવસમાંકોરોના વાયરસના 2,43,495 દર્દીઓ પણ સાજા થયા છે, ત્યારબાદ એક્ટિવ કેસની સંખ્યા વધીને 22,49,335 થઈ ગઈ છે.

જો કે, એક મોટી ચિંતા એ છે કે, કોરોના વાયરસનો સકારાત્મક દર સતત વધી રહ્યો છે અને 20.75 ટકા સુધી પહોંચી ગયો છે.

દેશના જે પાંચ રાજ્યોમાં કોરોનાવાયરસના દૈનિક કેસ સૌથી વધુ છે, તેમાં કર્ણાટક (50,210 કેસ), કેરળ (45,449 કેસ), મહારાષ્ટ્ર (40,805 કેસ), તમિલનાડુ (30,580 કેસ) અને ગુજરાત (16,617કેસ)નો સમાવેશ થાય છે.

ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ

ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16,617 નવા કેસ
નોંધાયા છે. રવિવારના રોજ 11,636 દર્દીઓસાજા થયાછે. તો આ સાથે કોરોનાથી 19 મોત થયા છે.

આસાથે રાજ્યના શહેરોમાં નોંધાયેલા કેસમાં પણ વધારો થયો છે.જેમાં અમદાવાદમાં 6191, સુરતમાં 1512, રાજકોટમાં 410, વડોદરામાં 2876નોંધાયા છે.

આ સાથેરાજ્યમાં એક્ટીવ કેસની સંખ્યા 134837થઇ છે. રવિવારના રોજ કોરોના વેક્સિનના 1.16 લાખ ડોઝ અપાયાછે. અત્યાર સુધી કુલ 9.63 કરોડ ડોઝ અપાઈ ચૂક્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X