For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લીંબુની ખટાશ વધી, ભારતના આ શહેરમાં 200 રુપિયે કિલોનો ભાવ, ગરમીમાં તૂટશે રેકૉર્ડ?

ભારતના આ શહેરમાં લીંબુ 200 રુપિયે કિલોના ભાવે વેચાઈ રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

રાજકોટઃ ગરમીમાં તમારા કોઈ પણ પીણામાં લીંબુ ના હોય તેવુ ન બની શકે. લીંબુ ગરમીમાં જરુરી ખાદ્ય પદાર્થોમાં શામેલ છે પરંતુ એ પાણીની કમી અને હવામાનની મારના કારણે હવે ખૂબ મોંઘા થઈ ગયા છે. રાજકોટમાં લીંબુના ભાવ વધીને 200 રૂપિયે કિલો થઈ ગયા છે.

લીંબુએ તોડ્યો રેકૉર્ડ, થયા ખૂબ મોંઘા

લીંબુએ તોડ્યો રેકૉર્ડ, થયા ખૂબ મોંઘા

લોકો આટલા મોંઘા લીંબુ ખરીદી પણ નથી શકતા, ગૃહિણીઓ પરેશાન છે, તેમની રસોઈ પણ આનાથી પ્રભાવિત થઈ છે. શાક માર્કેટમાં મોંઘવારી વિશે અમુક ગ્રાહકોએ જણાવ્યુ કે લીંબુના ભાવમાં બહુ મોટી તેજી આવી છે. પહેલા જ્યાં 50-60 રૂપિયે કિલો લીંબુ મળતા હતા ત્યાં હવે તે 200 રૂપિયો કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. શાકભાજી વિક્રેતાઓનુ કહેવુ છે કે આ વખતે લીંબુ પહેલા જેટલા સસ્તા નહિ હોય પરંતુ મોંઘા રહેશે.

ગરમીમાં આની ખૂબ જરુર પડે છે

ગરમીમાં આની ખૂબ જરુર પડે છે

હવામાન વિશેષજ્ઞોનુ કહેવુ છે કે ભારતમાં આ વખતે ગરમી રેકૉર્ડ તોડી દેશે. માર્ચના મહિનામાં એટલી ગરમી પડી કે 121 વર્ષના ઈતિહાસમાં પણ નહોતી પડી. આ વખતે માર્ચ મહિનો ખૂબ જ ગરમ રહ્યો અને લૂ પણ પોતાના સમય કરતા વહેલા લાગવા લાગી. ગરમીના પ્રકોપને જોતા ગરમીથી બચવતા ખાદ્ય પદાર્થો તેમજ પીણા પણ મોંઘા થઈ રહ્યા છે.

મોંઘા થવાનુ કારણ

મોંઘા થવાનુ કારણ

લીંબુ એવા ખાદ્ય પદાર્થોમાં શામેલ છે જે ખૂબ જ જરુરી છે કારણકે તેને શાકભાજીમાં નાખવામાં આવે છે અને તે એક પીણુ પણ છે. આ ઉપરાંત તેને ઈનો પાવડર જેવા પેકેટમાં પણ યુઝ કરવામાં આવે છે. આ સુગંધના સાબુ વેચાય છે જેનાથી લોકો ગરમીમાં નહાવાનુ પસંદ કરે છે. ગુજરાતના એક ખેડૂતે જણાવ્યુ કે આ રાજ્યમાં લીંબુની આવક ઓછી રહી છે. મહેસાણા આસપાસના ક્ષેત્રોમાં લગભગ 50-60 ટન પ્રતિદિનની આવક થતી હતી પરંતુ હવે ઘટી જવાના કારણે અસર થઈ છે.

English summary
Lemon price as high as Rs 200/kg in Rajkot, Know the reason.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X