For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પોશ અમીન માર્ગમાં બંગલાના કેરટેકરની હત્યા

રાજકોટ શહેરના પોશ અમીન માર્ગ પર આવેલા બંગલાના 68 વર્ષીય કેરટેકરની મંગળવારની રાત્રે હત્યા કરવામાં આવી હતી.

|
Google Oneindia Gujarati News

રાજકોટ શહેરના પોશ અમીન માર્ગ પર આવેલા બંગલાના 68 વર્ષીય કેરટેકરની મંગળવારની રાત્રે હત્યા કરવામાં આવી હતી. પોલીસ, હત્યા પાછળના હેતુની તપાસ કરી રહી છે, તેમને શંકા છે કે, આ હત્યા એક 'હિન્દી ભાષી વ્યક્તિ' દ્વારા કરવામાં આવી છે, જે બંગલામાં પ્રવેશ્યો હતો અને તેની ઓળખ સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી છે.

murder

પરિવાર સાથે વડોદરામાં રહે છે બંગલા માલિક

માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર મુજબ, મૃતક વિષ્ણુ ગુચાલાની હત્યા રોડ બાંધકામ પ્રોજેક્ટ હાથ ધરતી ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીના માલિક પ્રવિણ પટેલની માલિકીના બંગલામાં થઈ હતી. જ્યારે પટેલ તેમના પરિવાર સાથે વડોદરામાં રહે છે, ત્યારે ગુચલાને તેમના બંગલાની દેખરેખની જવાબદારી આપવામાં આવી હતી અને તે પટેલના વિશ્વાસુ પણ હતા.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, પટેલના પાડોશી રવિએ બંગલામાં એક અજાણ્યા માણસને જોયો હતો અને તેનો સામનો કર્યો હતો. અજાણ્યા વ્યક્તિએ હિન્દીમાં વાત કરી અને કહ્યું કે 'વિષ્ણુભાઈ (મૃતક) તેમના જૂના મિત્ર હતા અને તેઓ તેમને મળવા જઈ રહ્યા હતા. જોકે, જ્યારે રવિએ તેને થોડા સમય પછી દિવાલ કૂદીને ભાગતો જોયો, ત્યારે તેને લાગ્યું કે કંઈક ખોટું છે અને તેણે પટેલને જાણ કરી હતી.

હત્યારો મૃતકનો મોબાઈલ લઈ ગયો

પટેલે પોતાના મોબાઈલમાં બંગલાના કેમેરા ફૂટેજ ચેક કર્યા તો ગુચલા જમીન પર પડેલો જોવા મળ્યો. તેણે તરત જ ગુચલાના પુત્ર અને રાજકોટમાં પટેલના સ્ટાફને જાણ કરી બંગલામાં જવાનું કહ્યું હતું. આ લોકોએ ગુચલા મૃત હાલતમાં શોધીને પોલીસને જાણ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, હત્યારો મૃતકનો મોબાઈલ લઈ ગયો હતો, પરંતુ ઘરમાંથી કંઈ ચોરાયું ન હતું.

CCTVમાં ધૂંધળી તસવીર કેદ થઈ છે. ડોગ સ્ક્વોડને ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી, પરંતુ કૂતરો બંગલાની બહાર 200 મીટર પછી અટકી ગયો હતો. પોલીસ પટેલના પાડોશી રવિની મદદથી વ્યક્તિનો સ્કેચ પણ બનાવી રહી છે.

TOI સાથે વાત કરતા, ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ક્રાઈમ), પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, પીડિતનું ગળું દબાવવામાં આવ્યું હતું અને કોઈ હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. અમે ઘટનાસ્થળનું ટેકનિકલ પૃથ્થકરણ કરી રહ્યા છીએ, જ્યારે હત્યાનો હેતુ હજૂ સ્પષ્ટ થયો નથી. કારણ કે, બંગલામાં કોઈ લૂંટ થઈ નથી. પરિવારને કોઈની સાથે ગુચલાની અંગત દુશ્મનીનો ખ્યાલ નથી.

English summary
Murder of a bungalow caretaker on Posh Amin Marg.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X