Rajkot AIIMS: PM મોદી આજે રાજકોટ એઈમ્સનુ ખાતમુહૂર્ત કરશે, જાણો કેવી હશે હોસ્પિટલ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ષના છેલ્લા દિવસ 31 ડિસેમ્બરે આજે રાજકોટ અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા(એઈમ્સ)નુ ખાતમુહૂર્ત કરશે.
PM Narendra Modi to lay the foundation stone of AIIMS Rajkot: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ષના છેલ્લા દિવસ 31 ડિસેમ્બરે આજે રાજકોટ અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા(એઈમ્સ)નુ ખાતમુહૂર્ત કરશે. આ કાર્યક્રમ વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા થશે. પ્રધાનમંત્રી કાર્યાલયે આ અંગે માહિતી આપી છે. પ્રધાનમંત્રી મોદી ઉપરાંત આ કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ, મુખ્યમંત્રી વિજય રૂપાણ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધન અને કેન્દ્રીય આરોગ્ય રાજ્યમંત્રી પણ વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી હાજર રહેશે. આ કાર્યક્રમ સવારે 11 વાગે થશે.

કેવી હશે રાજકોટની એઈમ્સ?
પીએમએ તરફથી એ પણ જણાવવામાં આવ્યુ છે કે રાજકોટમાં એઈમ્સ બનાવવા માટે 201 એકરથી વધુ જગ્યા આપવામાં આવી છે. રાજકોટમાં એઈમ્સ બનાવવામાં લગભગ 1195 કરોડ રૂપિયા લાગશે. આશા રાખવામાં આવી રહી છે કે આ હોસ્પિટલ વર્ષ 2022માં બનીને તૈયાર થઈ જશે. લગભગ રાજકોટ એઈમ્સાં 750થી વધુ બેડ હશે જેમાંથી 30 બેડ આયુષ બ્લૉકમાં હશે. રિપોર્ટ મુજબ આમાં એમબીબીએસ પાઠ્યક્રમ માટે 125 અને નર્સિંગ પાઠ્યક્રમ માટે 60 સીટો હશે.
New Year 2021 Special: વર્ષ 2020ની યાદોની એક ઝલક અને નવા વર્ષની આશા, ઉમ્મીદો
પીએમ નરેન્દ્ર મોદીએ આ પહેલા સોમવારે ખેડૂત રેલા 100માં ફેરાને લીલી ઝંડી બતાવી હતી. આ રેલ ફળ અને શાકભાજી લઈને મહારાષ્ટ્રના સંગોલાથી પશ્ચિમ બંગાળના શાલીમાર માટે રવાના થઈ. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યુ હતુ કે કૃષિ ક્ષેત્રમાં સુધાર માટે તેમની સરકારની નીતિઓ સ્પષ્ટ છે. આ સાથે પીએમ મોદીએ સોમવારે દેશ અને દિલ્લીની પહેલી ડ્રાઈવરલેસ ટ્રેનની પણ શરૂઆત કરી છે.
-
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી








Click it and Unblock the Notifications
