22 એપ્રિલે PM મોદી આવશે રાજકોટ, ભાજપ કરશે ચૂંટણી પ્રચારના શ્રીગણેશ
Lok Sabha Election 2024 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 એપ્રિલના રોજ રાજકોટમાં જાહેરસભાને સંબોધે તેવી શક્યતા છે. વડાપ્રધાન 19 એપ્રિલ બાદ ભાજપના પ્રચાર માટે ગુજરાતની મુલાકાતે આવે તેવી ધારણા છે, જે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત જેવા તમામ ઝોનને આવરી લેતા રાજ્યમાં છ જાહેર સભાઓને સંબોધિત કરે તેવી શક્યતા છે.

ગુજરાતમાં 7 મેના રોજ ત્રીજા તબક્કામાં લોકસભા ચૂંટણી 2024 માટે મતદાન થવાનું છે. ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગૃહ રાજ્ય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દરેક ચૂંટણીમાં ગુજરાતમાં પોતાનો મત આપે છે. કારણ કે, તેઓ ગુજરાતમાં નોંધાયેલા મતદાર છે.












Click it and Unblock the Notifications
