રાજકોટ બસ સ્ટેન્ડમાં યુવક-યુવતીની અશ્લીલ હરકતો કેમેરામાં કેદ
રાજકોટના મુખ્ય બસ સ્ટેન્ડ ખાતે એક યુવક અને યુવતી જાહેરમાં અશોભનિય વર્તન કરતાં જોવા મળ્યાં હોવાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થતો આ વિડિયો હંગામો સર્જી રહ્યો છે અને લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

વિડિયોમાં જોઈ શકાય છે કે બંને બસ સ્ટેન્ડમાં જાહેરમાં એકબીજાને ચુંબન કરી રહ્યાં છે. આ ઘટના સમયે આસપાસ લોકોની પણ હાજરી જોવા મળે છે, છતાં પણ યુવક-યુવતી કોઈ સંકોચ વિના આવી હરકત કરી રહ્યાં છે.
હાલ આ વીડિયો અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ ન થઈ હોવા છતાં નાગરિકોમાં તીવ્ર રોષ ફેલાઈ ગયો છે અને લોકો અશોભનિય કૃત્યો સામે તાત્કાલિક કડક પગલાં લેવાની માગ કરી રહ્યા છે.
કોઈપણ જાહેર સ્થળે આ પ્રકારની હરકતોને લઈને સામાજિક મર્યાદાઓ અને કાયદાકીય દ્રષ્ટિએ પણ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. લોકોનો આક્ષેપ છે કે આવા ઘટનાને જો તાત્કાલિક અટકાવવાની વ્યવસ્થા ન થાય તો અન્ય યુવાઓ પર પણ તેનું નકારાત્મક અસર પડી શકે છે. પ્રશાસન દ્વારા આ મામલે હજુ સુધી કોઈ નિવેદન બહાર પડ્યું નથી.












Click it and Unblock the Notifications
