
રાજકોટઃ પ્રતિબંધ છતાં પીપીઈ કિટ પહેરીને ગરબા રમ્યા ડૉક્ટર
રાજકોટઃ ગુજરાતમાં ગરબાના આયોજન પર આ વખતે સરકારે કોરોના મહામારીના કારણે પ્રતિબંધ લગાવી દીધો છે. આનાથી ઘણા લોકો હતાશ થઈ ગયા છે કારણકે તે ગરબાને ગુજરાતીઓનુ અભિન્ન અંગ માને છે. રાજકોટના અમુક ડૉક્ટરોએ પીપીઈ કિટ પહેરીને ગરબા રમ્યા. આ દરમિયાન તેમણે કહ્યુ કે કોરોનાથી દૂર રહીને શોખ પૂરો કર્યો.
'મોહે યાદ સજન કી આઈ' ગીતની તાલ પર ડૉક્ટરો સિક્સ સ્ટેપ ગરબા કરી રહ્યા છે અને આ દરમિયાન આસપાસ કોઈ ન હોવાના કારણે સોશિયલ ડિસ્ટંસીંગનુ પણ પાલન થઈ રહ્યુ છે. ત્યાં સુધી કે તેમણે દાંડિયાને પણ સેનિટાઈઝ કર્યા હતા. જેના કારણે કોરોનાથી બચીને તેમનો ગરબાનો શોખ પણ પૂરો થઈ ગયો. લોકો ડૉક્ટરના આ અનોખા જુગાડની પ્રશંસા કરી રહ્યા છે. ડૉક્ટરની ઓળખ ગૌરવ ગોહિલ તરીકે થઈ છે. તે હાલમાં શહેરની સમરસ હૉસ્ટેલમાં કોરોના દર્દીનો ઈલાજ કરી રહ્યા છે.
ડૉક્ટરે પોતાના ફ્રી ટાઈમમાં ગરબા રમ્યા હોવાની વાત કહી. ગૌરવ ગોહિલના જણાવ્યા મુજબ દર વર્ષે અમે ટ્રેડિશનલ કપડા પહેરીને ગરબા રમીએ છીએ. પરંતુ આ વર્ષે આવુ શક્ય ન હોવાના કારણે મે પીપીઈ કિટ પહેરીને શોખ પૂરો કર્યો. મારુ સૂચન છે કે સરકાર લોકોને આ રીતે ગરબા કરવાની અનુમતિ આપે. લોકોને કોરોનાથી બચીને આ રીતે તહેવાર મનાવવા દેવામાં આવે.
'એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક આતંકવાદી છે' મુસાફરોમાં ખળભળાટ