Rajkot: ભાંગ્યાનો ભેરુ બન્યું રાજકોટનું બેડી માર્કેટ યાર્ડ, આ કારણે ખેડૂતોને ન થયું કોઈ નુકસાન

Rajkot: રાજકોટના બેડી માર્કેટ યાર્ડ દ્વારા વરસાદની સંભાવનાને પગલે આગોતરું આયોજન કરી દેવામાં આવ્યું હતું. APMC દ્વારા આગોતરા આયોજનને કારણે ખેડૂતોને મોટા નુકસાનમાંથી બચાવી લેવામાં આવ્યા હતા. ખેડૂતોનો મગફળી અને કપાસનો પાક શેડમાં રાખવામાં આવ્યો હતો, જેના કારણે માલને નુકસાનમાંથી બચાવવામાં સફળતા મળી હતી.

સમગ્ર રાજ્યમાં હાલમાં વરસાદી માહોલ ચાલી રહ્યો છે. વિવિધ જિલ્લાઓમાં સામાન્યથી ભારે વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન રાજકોટ માર્કેટ યાર્ડમાં ભારે ભીડ જોવા મળી હતી.

Bedi market yard

હવામાન વિભાગની આગાહી બાદ રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં વરસાદની શક્યતાને પગલે આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું. એપીએમસી દ્વારા આગોતરા આયોજનને કારણે ખેડૂતોને નુકસાન થયું નથી.

ખેડૂતોના મગફળી અને કપાસના પાકને સુરક્ષિત શેડમાં રાખવામાં આવ્યા હતા, જેના કારણે માલ બચી ગયો હતો. જોકે, વરસાદની આગાહીના પગલે મગફળી, કપાસ અને મરચાની આવક બંધ થઈ ગઇ છે.

ઉલ્લેખનીય છે કે, સમગ્ર ગુજરાતમાં રવિવારના રોજ પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. આ સાથે વીજળી પડવાના કારણે 20 લોકોના મોત થયા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X