Rajkot Fire : રાજકોટ આગ દુર્ઘટના કેસમાં વધુ અધિકારી સમ્પેન્ડ, અત્યારસુધી 7 અધિકારીઓ સામે કાર્યવાહી
Rajkot Fire : રાજકોટમાં 35 જેટલા લોકોના જીવને ભરખી જનારી ટીઆરપી આગ દુર્ઘટનામાં સતત કાર્યવાહી કરાઈ રહી છે. હવે સરકારે વધુ એક અધિકારીને સસ્પેન્ડ કર્યા છે.
રાજકોટ TRP ગેમ ઝોન આગ દુર્ઘટનાના કિસ્સામાં જવાબદર વધુ એક અધિકારી ફરજ મોકૂફી-સસ્પેન્શન હેઠળ મૂકાયા છે.

અહેવાલો અનુસાર, રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસના સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ સાથે આગ દુર્ઘટનામાં જવાબદાર કુલ ૭ અધિકારીઓ સામે ફરજ મોકૂફીની કાર્યવાહી કરવામાં આવી છે.
જણાવી દઈએ કે, રાજકોટની ગોઝારી આગ દુર્ઘટનામાં કુલ 35 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. મૃતકોની ઓળખ કરવા માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.












Click it and Unblock the Notifications
