Rajkot Fire : રાજકોટ અગ્નિકાંડમાં વધુ 2 અધિકારીઓ સસ્પેન્ડ, જાણો કેમ કરાઈ કાર્યવાહી?
રાજકોટની ગોજારી આગ દુર્ઘટનામાં સતત કાર્યવાહી કરાઈ રહી છે. હવે એસઆઈટીએ વધુ બે અધિકારીઓને ઘરભેગા કરવાનો આદેશ કર્યો છે.
રાજકોટમાં 33 લોકોના જીવ લેનારા અગ્નિકાંડમાં વધુ બે અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ અધિકારીઓને ઘટના માટે જવાબદાર ઠેરવીને કાર્યવાહી કરાઈ છે.

મૃતકોના પરિવારો ન્યાય માટે ગુહાર લગાવી રહ્યાં છે ત્યારે પીઆઈ વણઝારા અને પીઆઇ ધોળા વિરૂદ્ધ કાર્યવાહી કરાઈ છે અને તેમને ઘરભેગા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગૃહ વિભાગના રિપોર્ટના આધારે ડીજીપી વિકાસ સહાયે બંનેને સસ્પેન્ડ કર્યા છે. 2021 માં આ બંને પીઆઇ રાજકોટમાં હતા અને તેના માટે એસઆઇટીએ બંનેની જવાબદારી ફિક્સ કરીને કાર્યવાહી કરી છે.












Click it and Unblock the Notifications
