Rajkot Fire Update: રાજકોટ ગેમ ઝોનમાં અગ્નિકાંડ કેસમાં 3 આરોપીઓને 14 દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલાયા

Rajkot TRP Game Zone Tragedy Update: TRP ગેમ ઝોન આગની દુર્ઘટનામાં પોલીસ દ્વારા પકડાયેલા ત્રણ આરોપીઓને સ્થાનિક કોર્ટ દ્વારા 14 દિવસની પોલીસ કસ્ટડી (રિમાન્ડ) માં મોકલી દેવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ત્રણમાંથી બે યુવરાજસિંહ અને રાહુલ રાઠોડનું નામ પોલીસ ફરિયાદમાં છે, જ્યારે ત્રીજા આરોપી નીતિન જૈન, TRP ગેમ ઝોનના મેનેજરનું નામ FIRમાં નથી.

રાજકોટ પોલીસે કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે, આરોપીઓ સહકાર આપતા ન હતા, અને 14 દિવસની પોલીસ કસ્ટડીની જરૂર હતી. સ્થાનિક કોર્ટે રાજકોટ પોલીસની તરફેણમાં આદેશ આપતા આરોપીને 14 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, આ ઘટના અંગે ગુજરાત હાઇકોર્ટે જણાવ્યું હતું કે, ત્રણ વર્ષથી સરકાર ઊંઘતી હતી? હવે અમને સરકાર પર ભસોરો નથી.

Rajkot Fire Update

નોંધનીય બાબત છે કે, રાજકોટના નાના-માવા વિસ્તારમાં 25 મેના રોજ સાંજે TRP ગેમ ઝોનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં 12 બાળકો સહિત 35 લોકોના મોત થયા હતા.

રાજકોટ પોલીસના જણાવ્યા અનુસાર, TRP ગેમિંગ ઝોનમાં વેલ્ડિંગના કામને કારણે આગ લાગી હોવાની શક્યતા છે. કારણ કે, ત્યાં ભારે જ્વલનશીલ પદાર્થોનો જથ્થો રાખવામાં આવ્યો હતો.

આ અગાઉ રવિવારના રોજ સુનાવણી દરમિયાન હાઇકોર્ટે રાજકોટના ગેમ ઝોનમાં લાગેલી આગને માનવસર્જિત આપત્તિ ગણાવી હતી. જે માટે સત્તાવાળાઓને જવાબદાર ગણાવ્યા છે. બેચે પણ પૂછ્યું કે, કયા કાયદાની જોગવાઈ હેઠળ આ ગેમિંગ ઝોન બનાવવામાં આવ્યા હતા.

આરોપીઓ પાસે કેસ લડવા માટે એક પણ વકીલ નથી - દરમિયાન આજે રાજકોટ બાર એસોસીએશન દ્વારા મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગ બાદ રાજકોટમાં એક પણ વકીલ આરોપી વતી કેસ નહીં લડે તેવો નિર્ણય લેવાયો છે. આ સાથે જ જો મૃતકના પરિવારજનો વકીલની નિમણૂક કરવા માંગતા હોય, તો પીડિતાના પરિવારજનોનો કેસ વિનામૂલ્યે લડવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X