Rajkot Fire Update: રાજકોટ ગેમ ઝોન આગમાં 35ના મોત, હજૂ પણ અનેક લોકો લાપતા
Rajkot Fire Update: 25 મેના રોજ ગુજરાતના રાજકોટના ગેમિંગ ઝોનમાં લાગેલી ભીષણ આગએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો. આ અકસ્માતમાં 12 બાળકો સહિત 35 લોકોના મોત થયા છે. ( Rajkot Fire Update )
રાજકોટ પોલીસ દ્વારા TRP ગેમ ઝોનના માલિક અને તેના મેનેજરની અટકાયત કરવામાં આવી છે. અધિકારીઓએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે, ટીઆરપી ગેમ ઝોન ઉનાળાની રજાઓનો આનંદ માણતા લોકોની ભીડથી ભરેલો હતો. ( Rajkot Fire Update )
ડીએનએ દ્વારા મૃતદેહોની ઓળખ કરવામાં આવી રહી છે. કેટલાક લોકો હજુ પણ લાપતા છે, અને કેટલાક લોકોના મૃતદેહની ઓળખ પણ થઈ ગઈ છે. જ્યારે આ ઘટનાની ખૌફનાક તસવીર સામે આવી તો તેના પરિવારના સભ્યો રડવા લાગ્યા હતા. ( Rajkot Fire Update )

ગેમિંગ ઝોનમાં આગ બાદ ગુમ થયેલા લોકોના નામ - જીજ્ઞેશ ગઢવી, નીરવ વેકરીયા, સત્યપાલસિંહ જાડેજા, જય ગોરેયા, સુરપાલસિંહ જાડેજા, શત્રુઘ્નસિંહ ચુડાસમા, નામદીપસિંહ જાડેજા, જયંત ખોરેયા, ઓમદેવસિંહ ગોહિલ, આશાબેન કાથડ, હિમાંશુ પરમાર, વિવેક દશેરા ખુશાલીબેન ત્રિશલા, વિશેન્દ્રસિંહ જાડેજા, મો. જાડેજા, દેવશ્રીબા જાડેજા, રાજભા ચૌહાણ, ધરમસિંહ જાડેજા, અક્ષય ઢોલરીયા-ખ્યાતિ સાવલિયા. ( Rajkot Fire Update )
ગુમ થયેલા લોકોને શોધવાની પ્રાથમિકતા - પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, નાના-માવા રોડ પર આવેલા ગેમ ઝોનમાં બાળકો સહિત ઘણા લોકો રમતા હતા, ત્યારે અકસ્માત થયો હતો. ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રવિવારે સવારે વિસ્તારનો સર્વે કર્યો અને કહ્યું કે, આ દુ:ખદ ઘટના બાદ એક વ્યક્તિ હજુ પણ ગુમ છે. તેમણે કહ્યું કે, ગુમ થયેલ વ્યક્તિને શોધવા એ પ્રાથમિકતા છે. ( Rajkot Fire Update )












Click it and Unblock the Notifications
