Rajkot Fire Update: રાજકોટ ટીઆરપી ગેમ ઝોન ફાયર ટ્રેજડી કેસમાં વધુ આરોપી ઝડપાયા

Rajkot Fire Update: રાજકોટ ટીઆરપી ગેમ ઝોન ફાયર ટ્રેજડી કેસમાં ચોથો આરોપી રાજકોટ પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. આ કેસમાં પકડાયેલો તાજેતરનો આરોપી ધવલ ઠક્કર છે, જેનું નામ FIRમાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આબુ રોડ પરથી ધવલ ઠક્કરની ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલા ત્રણ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.

આ કેસમાં અત્યાર સુધી ધરપકડ કરાયેલા લોકોમાં નીતિન જૈન (એફઆઈઆરમાં નામ નથી), રાહુલ રાઠોડ અને યુવરાજસિંહનો સમાવેશ થાય છે.

ધવલ ઠક્કરની ધરપકડ સાથે, એફઆઈઆરમાં નામાંકિત છમાંથી કુલ ત્રણની ધરપકડ કરવામાં આવી છે. જેની બેદરકારીના કારણે શરૂઆતમાં આગ લાગી હતી, તે વેલ્ડરની પણ ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનના ભોંયતળિયે સંવેદનશીલ સામગ્રી પર વેલ્ડિંગ પ્રવૃત્તિ શરૂઆતમાં આગનું કારણ બની હતી, જેણે આખરે ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા અને સંચાલિત ગેમ ઝોનના સમગ્ર મેટલ સ્ટ્રક્ચરને ઘેરી લીધું હતું.

Rajkot TRP Game Zone fire tragedy

નોંધનીય બાબત છે કે, રાજકોટ પોલીસે કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે, આરોપીઓ સહકાર આપતા ન હતા, અને 14 દિવસની પોલીસ કસ્ટડીની જરૂર હતી. સ્થાનિક કોર્ટે રાજકોટ પોલીસની તરફેણમાં આદેશ આપતા આરોપીને 14 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, આ ઘટના અંગે ગુજરાત હાઇકોર્ટે જણાવ્યું હતું કે, ત્રણ વર્ષથી સરકાર ઊંઘતી હતી? હવે અમને સરકાર પર ભસોરો નથી.

નોંધનીય બાબત છે કે, રાજકોટના નાના-માવા વિસ્તારમાં 25 મેના રોજ સાંજે TRP ગેમ ઝોનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં 12 બાળકો સહિત 35 લોકોના મોત થયા હતા.

આરોપીઓ પાસે કેસ લડવા માટે એક પણ વકીલ નથી - દરમિયાન આજે રાજકોટ બાર એસોસીએશન દ્વારા મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગ બાદ રાજકોટમાં એક પણ વકીલ આરોપી વતી કેસ નહીં લડે તેવો નિર્ણય લેવાયો છે.

આ સાથે જ જો મૃતકના પરિવારજનો વકીલની નિમણૂક કરવા માંગતા હોય, તો પીડિતાના પરિવારજનોનો કેસ વિનામૂલ્યે લડવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X