રાજકોટ: ઔદ્યોગિક વસાહત સ્થાપવા ગુજરાત સરકારે 2.56 લાખ ચોમી જમીન ફાળવી
RAJKOT: રાજ્યના નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં વિવિધ સ્થળો ખાતે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોરિડોર સ્થાપવા માટે જમીન ફાળવવામાં આવે છે, તેમ મંત્રી બલવંતસિંહ રાજપૂતે વિધાનસભા ગૃહ ખાતે જણાવ્યું હતું.
વિધાનસભા ખાતે સભ્ય દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રીએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં જીઆઇડીસી માટે જમીન ફાળવવા ગત બે વર્ષ દરમિયાન 7 દરખાસ્તો મળી હતી.

આ અન્વયે રાજ્ય સરકાર દ્વારા રાજકોટ જિલ્લામાં આશરે 2.56 લાખ ચોરસ મીટરથી વધુ જમીન ઔદ્યોગિક વસાહત સ્થાપવા માટે ફાળવવામાં આવી છે.












Click it and Unblock the Notifications
