For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતઃ રાજકોટમાં શરૂ થયુ ભારતનુ બીજુ કોરોના ઑટોપ્સી સેન્ટર, જાણો શું થશે આનાથી

ગુજરાતના રાજકોટમાં દેશનુ બીજુ કોવિડ ઑટોપ્સી સેન્ટર શરૂ થઈ ગયુ છે.

|
Google Oneindia Gujarati News

રાજકોટઃ ગુજરાતના રાજકોટમાં દેશનુ બીજુ કોવિડ ઑટોપ્સી સેન્ટર શરૂ થઈ ગયુ છે. આની માહિતી આપતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યુ કે આ શોધ માટે બહુ ઉપયોગી સાબિત થશે. કોરોના સંક્રમિત મૃત શરીરના અંગો પર પડતા પ્રભાવને જાણવા અને તેના પૃથક્કરણ અભ્યાસોના માધ્યમથી મહામારી કાબૂ કરી શકાશે.

દેશનુ બીજુ કોવિડ ઑટોપ્સી સેન્ટર

દેશનુ બીજુ કોવિડ ઑટોપ્સી સેન્ટર

મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપરાંત ઉપ મુખ્યમંત્રી નિતિન પટેલનુ પણ નિવેદન આવ્યુ. પટેલે કહ્યુ કે કોરોના વાયરસના સંક્રમણની રોકથામ માટે ઉચ્ચ અધિકારીઓ સાથે સતત વિચાર વિમર્શ કર્યા બાદ તેની પૂર્વ તૈયારીના ભાગ રૂપે આધુનિક સુવિધાથી સુસજ્જિત 200 બેડવાળા કોવિડ હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પટેલ બોલ્યા કે રાજકોટમાં આ દેશનુ બીજુ કોવિડ ઑટોપ્સી સેન્ટર શરૂ થયુ છે.

રાજકોટ મેડિકલ ક્ષેત્રમાં હબ બનવા જઈ રહ્યુ છે

રાજકોટ મેડિકલ ક્ષેત્રમાં હબ બનવા જઈ રહ્યુ છે

ઉપ મુખ્યમંત્રીએ એ પણ કહ્યુ કે કોવિડ ઑટોપ્સી સેન્ટરથી રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકોને ઉત્તમ ઉપચાર સુવિધા પૂરી પાડવામાં આવશે. સાથે જ કેન્સર જેવી ગંભીર બિમારીના નિદાન તેમજ ઉપચાર માટે લોકોને અમદાવાદ સુધી જવાની જરૂર નહિ પડે. પટેલે દાવો કર્યો કે હવે રાજકોટ મેડિકલ ક્ષેત્રમાં હબ બનવા જઈ રહ્યુ છે.

અત્યાધુનિક મશીનોનો લાભ સ્થાનિક સ્તરે મળશે

અત્યાધુનિક મશીનોનો લાભ સ્થાનિક સ્તરે મળશે

ઉપ મુખ્યમંત્રીએ આશા વ્યક્ત કરતા કહ્યુ કે હવે અહીં કેન્સરનો ઈલાજ પણ નિઃશુલ્ક કરવામાં આવશે. આ સેન્ટર પર લીનિયર એક્સીલરેટર અને સિટી સિમ્યુલેટર મશીન ઉપલબ્ધ થવાથી અત્યાધુનિક મશીનોનો લાભ લોકોને સ્થાનિક સ્તરે ઉપલબ્ધ કરાવી શકાશે.

ગુજરાતઃ 22 ધારાસભ્યો બાદ હવે 6 સાંસદ પણ કોરોનાગ્રસ્ત, ભાજપે હવે બધા કાર્યક્રમ કર્યા રદગુજરાતઃ 22 ધારાસભ્યો બાદ હવે 6 સાંસદ પણ કોરોનાગ્રસ્ત, ભાજપે હવે બધા કાર્યક્રમ કર્યા રદ

English summary
Rajkot: India's Second Covid Autopsy Center started in city, know its benefits.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X