Rajkot Lok Sabha Election Results 2024 LIVE Gujarati: રાજકોટ લાઇવ રિઝલ્ટ, પરષોત્તમ રૂપાલા વર્સિસ પરેશ ધાનાણી
Lok Sabha Election Result 2024 આજે જાહેર થવાના છે, ત્યારે Rajkot Lok Sabha Result મળે તે પહેલાં જાણવું જરૂરી છે કે રાજકોટ સીટ આ વખતે પુરષોત્તમ રૂપાલાના નિવેદનને કારણે ખુબ ચર્ચામાં રહી છે. પુરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો પર કરેલી ટિપ્પણી "અંગ્રેજોને રોટી અને બેટી બંને આપી દીધાં"એ ખુબ વિરોધ ગજવ્યો હતો. દરબારોએ પુરષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં જરાય કચાશ બાકી નહોતી રાખી. તેમણે પુરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ કરવામાં ના આવે તો ભાજપની વિરુદ્ધ મતદાન કરવાની ચિમકી પણ ઉચ્ચારી હતી.

જો કે, ભાજપ મોવળી મંડળે આ ધમકીને હળવાશથી લીધી હતી અને પુરષોત્તમ રૂપાલાને માફી માગી લેવા કહી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. છતાં દરબારો માન્યા નહોતા. બીજી બાજુ અગાઉ રાજકોટથી ચૂંટણી લડવાની ના પાડી રહેલા પરેશ ધાનાણીએ ભાજપના ઉમેદવારના વાણીવિલાસ બાદ અચાનક જ રાજકોટથી ચૂંટણી લડવાનું મન બનાવી લીધું હતું.
લોકસભા ચૂંટણી 2009માં કોંગ્રેસના કુંવરજી બાવળિયા રાજકોટ સીટથી ચૂંટાઈને સાંસદ બન્યા હતા. બાદમાં 2014 અને 2019માં ભાજપના મોહન કુંડારિયા Rajkot Lok Sabha Seat પર જીત હાંસલ કરી લીધી હતી.
રાજકોટ લોકસભા મતવિસ્તારમાં કૂલ 7 વિધાનસભા મતક્ષેત્રનો સમાવેશ થાય છે, જેમાંઃ- ટંકારા, વાંકાનેર, રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્ચિમ, રાજકોટ દક્ષિણ, રાજકોટ ગ્રામ્ય અને જસદણ સામેલ છે. લોકસભા ચૂંટણી 2024માં રાજકોટથી ભાજપના Parshottam Rupala સામે કોંગ્રેસના Paresh Dhanani ચૂંટણીના અખાડામાં ઉતર્યા છે.
રાજકોટ લોકસભા મતક્ષેત્રના મતદારો વિશે વાત કરીએ તો રાજકોટ લોકસભા સીટ પર કૂલ 21 લાખ 12 હજાર 273 મતદારો નોંધાયેલા છે જેમાંથી 59.69 ટકા એટલે કે 12 લાખ 60 હજાર 768 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. Rajkot Seat Election Result/ Rajkot Lok Sabha Result 2024 Live in Gujarati મેળવવા માટે વનઈન્ડિયા ગુજરાતી સાથે બન્યા રહો.
લાઇવ અપડેટ
7:36 AM - કુંવરજી બાવળિયાનો દાવો, તેમણે કહ્યું કે પરષોત્તમ રૂપાલા જીતી રહ્યા છે, ગરમીના કારણે મતદાન ઓછું થયું
8:00 AM - બેલેટ પેપરની મતગણતરી શરૂ થઇ ચૂકી છે. રાજકોટ લોકસભા બેઠક પરથી પરષોત્તમ રૂપાલા આગળ ચાલી રહ્યા છે.
9:38 AM - રાજકોટમાં ક્ષત્રિય આંદોલનનું સુરસુરિયું, પુરષોત્તમ રૂપાલા 70 હજાર મતથી આગળ ચાલી રહ્યા છે.
10:00 AM - હાઇપ્રોફાઇલ સીટ રાજકોટથી પરષોત્તમ રૂપાલા 1 લાખની લીડથી આગળ ચાલી રહ્યા છે.
11:01 AM -રાજકોટમાં પરસોત્તમ રૂપાલા 2 લાખ મતથી આગળ
11:05 AM - રાજકોટથી પરષોત્તમ રૂપાલા 2 લાખની લીડથી આગળ ચાલી રહ્યા છે.
11:28 AM - રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા 2 લાખ 36 હજાર મતથી આગળ ચાલી રહ્યા છે.
11:42 AM - રાજકોટમાં ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા 260120 મતોથી આગળ ચાલી રહ્યા છે.
12:15 PM - રાજકોટ: કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીનું નિવેદન, રૂપાલાની જીત નિશ્ચિત થયા બાદ પરેશ ધાનાણીનું નિવેદન, રાજકોટ સાંસદ બનવાના સ્વપ્ન સાથે નહોતો આવ્યો. આજનું જે કંઈ પણ પરિણામ છે તે શિરોમાન્ય છે. રાજકોટ ખાતે પાંચ વર્ષ જનતાની સેવા કરવા માટે આવ્યો હતો.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
