Rajkot Rain: રાજકોટમાં માવઠાના કારણે સર્જાઇ તારાજી, ઘણા પાકને નુકસાન
Rajkot Rain: રવિવારથી સમગ્ર રાજ્યમાં માવઠુ થઇ રહ્યું છે. આ સાથે રાજ્યના ઘણા જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો છે. જે કારણે ઘણુ નુકસાન થયું છે. જેમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. આ સાથે છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ નોંધાયો છે.
રાજકોટના વિવિધ વિસ્તારોમાં વરસાદના કારણે પાકને નુકસાન થયાના અહેવાલો પ્રાપ્ત થયા છે. ગત રવિવારના રોજ રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદે ફરી એકવાર ખેડૂતોને માયુસ કર્યા છે.

રાજકોટના તરખાડી, પડધરી, ડુંગરકા, મોટી અને નારણકા સહિતના અનેક ગામોમાં વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવ્યું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં વરસાદ થયો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. તો રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના કારણે તબાહીના સમાચાર છે.
કમોસમી વરસાદના કારણે એરંડા, કપાસ, તુવેર અને મકાઈના પાકને મોટાપાયે નુકસાન થયું છે. ભારે જહેમતથી તૈયાર થયેલો પાક અચાનક નષ્ટ થવાથી ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થવાની ભીતિ છે.
આવી જ રીતે બનાસકાંઠામાં પણ ભારે પવન સાથે પડેલા ભારે વરસાદને કારણે ખેતરોમાં ઉભા પાકને નુકસાન થયુ છે. જેના કારણે ખેડૂતો પર વધુ એક મુશ્કેલી આવી છે.
ભારે વરસાદના કારણે રવિ પાક ઉપરાંત એરંડાના પાકને પણ વરસાદને કારણે અસર થઈ છે. ખાસ કરીને બટાકા, જીરૂ, રાયડો જેવા પાકો સંપૂર્ણ ડૂબી ગયા છે.












Click it and Unblock the Notifications
