For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પૈસાની લાલચ આપી સગીરા સાથે ચાલુ બસમાં બળાત્કાર

ગરીબ પરિવારની 16 વર્ષની કિશોરી પર 35 વર્ષીય યુવક દ્વારા ખાનગી બસમાં પૈસાની લાલચ આપીને બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. યુવતી મંગળવારના રોજ તેની માતા સાથે સરકારી કેટી ચિલ્ડ્રન હોસ્પિટલમાં ગઈ હતી.

|
Google Oneindia Gujarati News

રાજકોટ : ગરીબ પરિવારની 16 વર્ષની કિશોરી પર 35 વર્ષીય યુવક દ્વારા ખાનગી બસમાં પૈસાની લાલચ આપીને બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. યુવતી મંગળવારના રોજ તેની માતા સાથે સરકારી કેટી ચિલ્ડ્રન હોસ્પિટલમાં ગઈ હતી. કારણ કે, તેના ત્રણ ભાઈઓમાંથી એકને આંચકી આવવા લાગી હતી. જ્યારે તેની માતા તેના ભાઈના પલંગ પાસે હતી, ત્યારે છોકરી અને તેના બે નાના ભાઈ-બહેન ખોરાક ખરીદવા બહાર ગયા હતા.

આઈસ્ક્રીમ અને નાસ્તો લાવી આપ્યા

આઈસ્ક્રીમ અને નાસ્તો લાવી આપ્યા

આ દરમિયાન બાઈક પર સવાર એક વ્યક્તિની નજર છોકરી પર પડી અને તેની સાથે વાત કરવા લાગ્યો હતો. તેણે તેમને નાસ્તો અનેપૈસા લાવી આપવાની વાત કરી.

જે બાદ આ વ્યક્તિ કિશોરી અને તેના બે ભાઈઓને રેસકોર્સ રિંગ રોડ પર લઈ ગયો અને તેમના માટેઆઈસ્ક્રીમ અને નાસ્તો લઈ આવ્યો હતો.

ચોટીલા માટે સ્લીપર કોચ બસમાં ચડ્યા

ચોટીલા માટે સ્લીપર કોચ બસમાં ચડ્યા

ત્યારબાદ તેણે કિશોરીને તેની સાથે ચોટીલા જવા જણાવ્યું હતું. આ માટે તેણે કહ્યું કે, તે તેને વધારે પૈસા આપશે.

ત્યારબાદ તે વ્યક્તિ તેનાબે ભાઈઓને હોસ્પિટલમાં ડ્રોપ કરીને કિશોરીને ગ્રીનલેન્ડ ચોકડી પર લઈ ગયો, જ્યાંથી તેઓ ચોટીલા માટે સ્લીપર કોચ બસમાં ચડી ગયાહતા.

વ્યક્તિએ ચાલતી બસની અંદર તેના પર કથિત રીતે બળાત્કાર કર્યો

વ્યક્તિએ ચાલતી બસની અંદર તેના પર કથિત રીતે બળાત્કાર કર્યો

પોલીસે જણાવ્યું હતું કે, આ વ્યક્તિએ ચાલતી બસની અંદર તેના પર કથિત રીતે બળાત્કાર કર્યો હતો અને છોકરી કોઈપણ પ્રતિકાર કરવા માટે ખૂબ ડરી ગઈ હતી.

આ દરમિયાન કિશોરીની માતાએ તરત જ પ્રદ્યુમ્નનગર પોલીસનો સંપર્ક કર્યો, જ્યારે તેના બે પુત્રોએ તેણીને કહ્યું કે તે એક અજાણ્યા પુરુષ સાથે ગઈ હતી.

આઈપીસી અને પોક્સો એક્ટની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધાયો

આઈપીસી અને પોક્સો એક્ટની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધાયો

પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી અને અનેક સીસીટીવી સ્કેન કર્યા હતા. લગભગ 2:30 વાગ્યાની આસપાસ, આરોપી અનેયુવતી રાજકોટ પરત ફર્યા અને તે તેની બાઇક પર તેણીને હોસ્પિટલમાં મૂકવા ગયો હતો.

ઘટનાસ્થળે રાહ જોઈ રહેલી પોલીસ ટીમે તરત જ તેને પકડી લીધો હતો. આરોપીની ઓળખ ભગવતીપરામાં રહેતો રિક્ષાચાલક હનીફઆરબ તરીકે થયો હતો. તેની સામે આઈપીસી અને પોક્સો એક્ટની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

English summary
Rape with a minor in a running bus by luring money
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X