Saurashtra Covid Update : જાણો સૌરાષ્ટ્ર, રાજ્ય અને દેશમાં શું છે કોરોનાની પરિસ્થિતિ

સૌરાષ્ટ્રમાં કોવિડ 19ના સંક્રમણને કારણે મંગળવારના રોજ સારવાર દરમિયાન ત્રણ વ્યક્તિના મોત થયા હતા. આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાજકોટ શહેર, મોરબી અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી એક-એક મૃત્યુ નોંધાયા છે.

Saurashtra Covid Update : સૌરાષ્ટ્રમાં કોવિડ 19ના સંક્રમણને કારણે મંગળવારના રોજ સારવાર દરમિયાન ત્રણ વ્યક્તિના મોત થયા હતા. આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાજકોટ શહેર, મોરબી અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી એક-એક મૃત્યુ નોંધાયા છે. રાજકોટ શહેરમાં મંગળવારના રોજ 20 લોકોનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે 116 લોકો કોરોનામુક્ત થયા હતા.

corona

રાજકોટ શહેરમાં કુલ એક્ટિવ કેસ 290 છે. રાજકોટ ગ્રામ્યમાં, 26 લોકોએ કોવિડ 19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મંગળવારના રોજ જામનગર જિલ્લામાં 13 અને ભાવનગર જિલ્લામાં 12 લોકોને કોરોના સંક્રમણ લાગ્યું હતું.

રાજ્યનો કુલ મૃત્યુઆંક 10,838 થયો

જો કોરોના કેસની વાત કરીએ તો અમદાવાદમાં 376, સુરતમાં 73, વડોદરામાં 211 અને રાજકોટમાં 46 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યનો કુલ મૃત્યુઆંક 10,838 થયો છે. તો રાજ્યમાં કુલ 11,95,295 દર્દીઓ સાજા થયા છે. હાલ રાજ્યમાં 11,195 એક્ટિવ કેસ છે.

દેશમાં કુલ 12,51,677 કોરોના ટેસ્ટ કરાયા

કોરોનાની ઝડપ દિવસેને દિવસે ઘટી રહી છે, પરંતુ આજે ફરી એકવાર કોરોના કેસમાં ઉછાળો આવ્યો છે. આ સાથે મૃત્યુઆંક પણ ભયજનક છે. છેલ્લા 24 કલાકમાં 30,615 નવા કોરોના કેસ નોંધાયા છે. મંગળવારના આંકડાઓની તુલનામાં, કોરોના વાયરસના કેસની સંખ્યામાં 11 ટકાનો વધારો થયો છે.

આ સાથે દેશમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 4,27,23,558 થઈ ગઈ છે. બુધવારની સવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર આ માહિતી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X