Rajkot TRP Game Zone Fire case: રાજકોટ ફાયર કેસમાં SIT એ કરી પૂર્વ પોલીસ / RMC કમિશનરની પૂછપરછ

Rajkot TRP Game Zone Fire case Update: રાજકોટ TRP ગેમ ઝોન આગની ઘટનામાં રચવામાં આવેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા આજ રોજ રાજકોટના પૂર્વ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને પૂર્વ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) આનંદ પટેલના નિવેદનો નોંધવામાં આવ્યા હતા.

બંને વરિષ્ઠ અધિકારીઓની પૂછપરછ લગભગ ત્રણ કલાક ચાલી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, 25 મેના રોજ ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગના પગલે રાજ્ય સરકાર દ્વારા આ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી.

રાજકોટ ગેમઝોનમાં લાગેલી આગના કારણે બાળકો સહિત 27 લોકોના મોત થયા હતા. રાજ્ય સરકાર દ્વારા રચવામાં આવેલી SIT હાલમાં આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

Rajkot TRP Game Zone Fire case

અત્યાર સુધીમાં કુલ 15 લોકોની ધરપકડ કરાઇ - આ સાથે રાજકોટ ગેમિંગ ઝોન આગ્નિકાંડ કેસમાં અત્યાર સુધીમાં કુલ 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આમાં ગેમિંગ ઝોનના ઘણા ઓપરેટરો પણ સામેલ છે.

રાજકોટ ગેમિંગ ઝોન આગ્નિકાંડની ઘટના બાદ સરકારે તપાસ માટે SITની રચના કરી હતી. એક દિવસ અગાઉ, સો પાનાના અહેવાલમાં, એસઆઈટીએ આ ઘટના માટે ગેમિંગ ઝોનના સંચાલકો તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન અને મહેસૂલ વિભાગના અધિકારીઓને જવાબદાર ઠેરવ્યા હતા.

આ અકસ્માતમાં 27 લોકોના મોત - અત્રે નોંધનીય છે કે, 25 મેના રોજ લાગેલી આ ભયાનક આગની ઘટનામાં 11 બાળકો સહિત કુલ 27 લોકોના મોત થયા હતા. મૃતદેહો એટલી હદે બળી ગયા હતા કે, તેમની ઓળખ થઈ શકી નથી. મૃતદેહોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરાવવો પડ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X