For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજકોટની કૌશલ્ય વિકાસ યોજનાને મળ્યો એવોર્ડ ઓફ એક્સલન્સ

દેશના 700 માંથી રાજકોટ એવા પાંચ જિલ્લાઓમાં શામેલ છે, જેને તેની કૌશલ્ય વિકાસ યોજના માટે ‘એવોર્ડ ઓફ એક્સલન્સ' આપવામાં આવે છે.

|
Google Oneindia Gujarati News

રાજકોટ : દેશના 700 માંથી રાજકોટ એવા પાંચ જિલ્લાઓમાં શામેલ છે, જેને તેની કૌશલ્ય વિકાસ યોજના માટે 'એવોર્ડ ઓફ એક્સલન્સ' આપવામાં આવે છે. કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા આપવામાં આવેલો એવોર્ડ ગુરુવારના રોજ નવી દિલ્હીમાં જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુને અર્પણ કરવામાં આવશે.

 Award of Excellence

સૌરાષ્ટ્ર વિસ્તારના આર્થિક હબની તેની કૌશલ્ય વિકાસ યોજના માટે પ્રશંસા કરવામાં આવી છે, જેમાં LGBTQ સમુદાયના લોકો અને MSME ક્ષેત્રમાં કામ કરતા લોકોને તાલીમ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. 2020-21માં દેશભરના 700 જિલ્લાઓએ કેન્દ્ર સરકારને કૌશલ્ય વિકાસ યોજનાઓ સબમિટ કરી હતી.

TOI સાથે વાત કરતા રાજકોટના કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, દેશભરમાંથી 700માંથી કુલ પાંચ જિલ્લાઓને આ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. રાજકોટ પાંચ પૈકીનું એક છે. મેં LGBTQ સમુદાય અને MSME સેક્ટરને વિવિધ પ્રકારની તાલીમ આપવા માટે અમારી કૌશલ્ય વિકાસ યોજનાઓનું પ્રેઝન્ટેશન સબમિટ કર્યું હતું, જેને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારનું કૌશલ્ય અને સાહસિકતા મંત્રાલય જિલ્લાઓની શ્રેષ્ઠ કૌશલ્ય વિકાસ યોજના માટે આ પુરસ્કાર આપે છે.

સીમાંત અને તૃતીય લિંગ સમુદાયના સમાવેશ અને કૌશલ્ય વિકાસની રાજકોટની પહેલની દેશમાં વ્યાપકપણે પ્રશંસા કરવામાં આવી હતી અને IIM બેંગ્લોરના વર્ગખંડોમાં પણ ચર્ચા કરવામાં આવી હતી. બી-સ્કૂલે એલજીબીટી સમુદાયના સભ્યોને આજીવિકા પૂરી પાડવા રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સફળતાની સ્ટોરી અને પ્રયત્નોની પ્રશંસા કરતો લેખ પ્રકાશિત કર્યો હતો.

કોરોના મહામારી દરમિયાન, ત્રીજા લિંગ સમુદાયની આવક અને આજીવિકા પર પ્રતિકૂળ અસર થઈ હતી. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એલજીબીટી સમુદાયના સભ્યો સાથે વાતચીતનો રાઉન્ડ હાથ ધર્યો હતો અને તેમના સંઘર્ષને સમજ્યો હતો. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમને માહિતી ટેકનોલોજી સહિતના વિવિધ ક્ષેત્રોમાં તાલીમ આપવાનું શરૂ કર્યું હતું, જેથી તેઓ કુશળ શ્રમિક તરીકે કામ કરી શકે અને ગૌરવપૂર્ણ જીવન જીવી શકે.

English summary
Skill Development Scheme of Rajkot received the Award of Excellence.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X