For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

47 લાખની કિંમતના 500થી વધુ પટોળાની ચોરી

રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચોકમાં જથ્થાબંધ વેપારીની દુકાનમાંથી રૂપિયા 47 લાખની કિંમતના અનોખા અને મોંઘા વણાટના 500થી વધુ પટોળાની ચોરી થઈ હતી.

|
Google Oneindia Gujarati News

રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચોકમાં જથ્થાબંધ વેપારીની દુકાનમાંથી રૂપિયા 47 લાખની કિંમતના અનોખા અને મોંઘા વણાટના 500થી વધુ પટોળાની ચોરી થઈ હતી. દુકાનના માલિક વિજય વાઢેરે પોલીસને જણાવ્યું કે, શનિવારના રોજ કુરિયર દ્વારા તેમની દુકાનમાં પટોળાના પાંચ પાર્સલ પહોંચાડવામાં આવ્યા હતા. ત્યારબાદ રવિવાર અને સોમવારના રોજ બંધ રહેતી દુકાનમાં પાર્સલ રાખવામાં આવ્યા હતા.(તસવીર - પ્રતિકાત્મક)

patola

મંગળવારની સવારે વાઢેરના પિતા જીવરાજ દુકાને ગયા અને શટર તૂટેલા જોયા હતા. જે બાદ દુકાનની અંદર તપાસ કરતાં, તેમણે જોયું કે પાંચ પાર્સલ જેમાં મોંઘા પટોળા હતા તે ગાયબ હતા, જ્યારે પ્રમાણમાં સસ્તા પાર્સલ અકબંધ હતા. દુકાન મોટાભાગે બંધ રહેતી અને વાઢેર સુરેન્દ્રનગરમાં બનેલા પટોળાઓ મેળવતા અને દેશભરના વિવિધ એક્સિવિશનમાં વેચતા હતા.

દુકાનની બાજુમાં આવેલી રેસ્ટોરન્ટમાં કામદારે ત્રણ લોકોને અંદર પ્રવેશતા જોયા હતા, પરંતુ ડરના કારણે તેણે એલાર્મ વગાડ્યું ન હતું. બાદમાં, તેણે પોલીસને જણાવ્યું કે, લૂંટારુઓ પાર્સલ ઉપાડી ગયા અને વાનમાં બેસી ગયા.

સૂત્રોએ જણાવ્યું કે, ચોરાયેલા પટોળાના દરેક પટોડાની કિંમત ઓછામાં ઓછી 50,000 રૂપિયા છે. દુકાનમાં કામ કરતા વ્યક્તિ પર શંકા જતા, એ ડિવિઝન પોલીસે દુકાનના કેરટેકરને પૂછપરછ માટે બોલાવ્યો અને વધુ કડીઓ મેળવવા માટે CCTV ફૂટેજ સ્કેન કરી રહી છે.

English summary
Theft of more than 500 patolas worth Rs 47 lakh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X