For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: ગુજરાતના આ ગામમાં હજુ સુધી એક પણ કોરોના કેસ નથી મળ્યો, જાણો કારણ

આજે અમે તમને આવા જ ગામ વિશે જણાવી રહ્યા છે જ્યાં અનલૉક છતાં લોકો હજુ પણ લૉકડાઉન જેવુ જીવન જીવી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

રાજકોટઃ દેશ અને દુનિયામાં કોરોના મહામારીથી કોહરામ મચી ગયો છે પરંતુ હજુ પણ કેટલાક એવા ગામ અને કસ્બા છે જ્યાં કોરોના વાયરસના સંક્રમણનો એક પણ કેસ સામે આવ્યો નથી. એક પણ દર્દી ન મળવા છતાં ત્યાંના લોકોએ સોશિયલ ડિસ્ટંસીંગ તેમજ લૉકડાઉન, અનલૉકા નિયમોનુ પાલન કર્યુ. આજે અમે તમને આવા જ ગામ વિશે જણાવી રહ્યા છે જ્યાં અનલૉક છતાં લોકો હજુ પણ લૉકડાઉન જેવુ જીવન જીવી રહ્યા છે.

લોકો જીવી રહ્યા છે લૉકડાઉન જેવુ જીવન

લોકો જીવી રહ્યા છે લૉકડાઉન જેવુ જીવન

આ ગામ 1500ની વસ્તી ધરાવતુ ગામ છે રાજકોટ પાસે સ્થિત કણકોટ ગામ. અહીં લોકોમાં અનુશાસન ચુસ્ત છે અને આ જ કારણ છે કે અત્યાર સુધી કોરોનાનો એક પણ કેસ સામે આવ્યો નથી. સ્પષ્ટ જોઈ શકાય છે કે લોકો ઘરોમાંથી કારણ વિના બહાર નથી નીકળતા. કણકોટના સરપંચ શૈલેષભાઈ નંદાણિયાનુ કહેવુ છે કે ગામના વડીલ-વૃદ્ધોએ નિર્ણય કર્યો છે કે તે ગામમાં કોરોના જેવી મહામારીને અંદર નહિ આવવા દે. ભલે સરકારે અનલૉકનો નિર્ણય કર્યો હોય પરંતુ હજુ સુધી આ બિમારી ગઈ નથી ઉલટાનુ હવે તો વધી રહી છે. આના કારણે અહીંના લોકો લૉકડાઉન જેવુ જ જીવન જીવી રહ્યા છે.

પોતાના સંબંધીઓને ત્યાં જવાનુ પણ બંધ કરી દીધુ

પોતાના સંબંધીઓને ત્યાં જવાનુ પણ બંધ કરી દીધુ

ગામલોકોએ ખુદ જ પોતાના સંબંધીઓને પોતાને ત્યાં આવવા માટે ના પાડી દીધી છે અને ગામના લોકો પણ ક્યાંય જતા નથી. એક અન્ય વૃદ્ધે કહ્યુ કે ઘણા દેશોની સરકારોના હજારો પ્રયાસો છતાં કોરોના પર કાબુ મેળવી શકાયો નથી. એવામાં આપણા દેશમાં અનલૉક હોવા છતાં અમે લોકો કડક લૉકડાઉનનુ પાલન કરીએ છીએ અને આના કારણે આજ સુધી કોરોના અહીંથી દૂર છે.

બે-ત્રણ લોકો જ શહેરથી સામાન લાવે છે

બે-ત્રણ લોકો જ શહેરથી સામાન લાવે છે

ખાસ વાત એ છે કે ગામ લોકો પર કોઈ રીતનુ દબાણ નથી અને ના કોઈ નિયમ થોપવામાં આવ્યા છે. અહીંના લોકો ખુદ જ નિયમોનો અમલ કરી રહ્યા છે. જરૂરી કામ હોય તો ગામના જ બે-ત્રણ લોકો શહેર મોકલવામાં આવે છે અને તે બધાના કામ કરે છે. તે ગામમાંથી જતી આવતી વખતે સેફ્ટીનુ ધ્યાન રાખે છે.

15 લોકો અંત્યેષ્ટિમાં શામેલ થાય છે

ગામમાં કોઈનુ નિધન થાય તો સ્મશાનમાં પણ માત્ર 15 લોકોને જ જવાની અનુમતિ છે. અહીં પણ સોશિયલ ડિસ્ટંસીંગનુ પાલન કરવામાં આવે છે. આશ્ચર્યની વાત એ છે કે ગામ લોકોએ એવી વ્યવસ્થા કરી રાખી છે કે બાળકો પૂરી સુરક્ષા સાથે અભ્યાસ કરી શકે. સ્કૂલમાં બાળકોના આવવા પર પ્રતિબંધ છે પરંતુ જે બાળકો પાસે મોબાઈલ નથી તેમના માટે સ્કૂલમાં જ સમયાનુસાર મોબાઈલની વ્યવસ્થા કરી દેવામાં આવે છે અને બની શકે તેટલુ અભ્યાસમાં કોઈ વિક્ષેપ ન પડે તેનુ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યુ છે.

શું ધીમે બોલીને કોરોના વાયરસના સંક્રમણને ફેલાતુ રોકી શકાય?શું ધીમે બોલીને કોરોના વાયરસના સંક્રમણને ફેલાતુ રોકી શકાય?

English summary
This Gujarat village do not reported a single case of coronavirus infection. Know how.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X