Rajkot Fire: રાજકોટ ગેમિંગ ઝોન આગ્નિકાંડ મામલે ચીફ ફાયર ઓફિસર સહિત ત્રણની ધરપકડ

Rajkot gaming zone fire case: ગુજરાતમાં રાજકોટ ગેમિંગ ઝોન આગની ઘટનામાં પોલીસ દ્વારા શનિવારના રોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસર (CFO) સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

એક અધિકારીએ જણાવ્યું હતું કે, મહેશ રાઠોડ સાથે CFO ઇલેશ ખેર અને ડેપ્યુટી CFO ભીખા થેબા TRP ગેમિંગ ઝોનમાં ચાલી રહેલા બાંધકામના સુપરવાઇઝર હતા. થેબા પહેલાથી જ ભ્રષ્ટાચારના કેસમાં જેલમાં છે. ટ્રાન્સફર વોરંટ દ્વારા તેની કસ્ટડી લેવામાં આવી હતી.

Rajkot gaming zone fire case

અત્યાર સુધીમાં કુલ 15 લોકોની ધરપકડ કરાઇ - આ સાથે રાજકોટ ગેમિંગ ઝોન આગ્નિકાંડ કેસમાં અત્યાર સુધીમાં કુલ 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આમાં ગેમિંગ ઝોનના ઘણા ઓપરેટરો પણ સામેલ છે.

રાજકોટ ગેમિંગ ઝોન આગ્નિકાંડની ઘટના બાદ સરકારે તપાસ માટે SITની રચના કરી હતી. એક દિવસ અગાઉ, સો પાનાના અહેવાલમાં, એસઆઈટીએ આ ઘટના માટે ગેમિંગ ઝોનના સંચાલકો તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન અને મહેસૂલ વિભાગના અધિકારીઓને જવાબદાર ઠેરવ્યા હતા.

આ અકસ્માતમાં 27 લોકોના મોત - અત્રે નોંધનીય છે કે, 25 મેના રોજ લાગેલી આ ભયાનક આગની ઘટનામાં 11 બાળકો સહિત કુલ 27 લોકોના મોત થયા હતા. મૃતદેહો એટલી હદે બળી ગયા હતા કે, તેમની ઓળખ થઈ શકી નથી. મૃતદેહોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરાવવો પડ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X