ભરૂચ, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ડુબવાની ત્રણ ઘટના, 13 લોકોના મોત
Rajkot News : રાજ્યમાં ભરૂચ, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ડુબવાની ત્રણ ઘટના બની છે. જેમાં ભરૂચમાં 8 લોકોના મોત થયા હતા. આ સાથે સુરેન્દ્રનગરમાં 3 તો રાજકોટમાં 2 બાળકોના મોત ડુબી જવાને કારણે થયા છે.
રાજકોટ જિલ્લાના ગોંડલના વાસાવડમાં બે બાળકો ન્હાવા ગયા હતા. આ બંને બાળકો ઉંડા પાણીમાં ગરકાવ થઇ જવાને કારણે ડુબી ગયા હતા. જે બાદ આસપાસના લોકોએ પોલીસ અને બાળકોના સંબંધીઓને જાણ કરી હતી.

આ પછી પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બાળકોના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. બંને બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવતા પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો હતો.
એક દિવસ પહેલા ભરૂચ જિલ્લામાં એક પરિવાર બીચ પિકનિક માટે ગયો હતો. પરિવારના આઠ સભ્યો બીચ પર બેસીને મજા માણી રહ્યા હતા, ત્યારે અચાનક દરિયાનું પાણી વધી ગયું અને તમામ સભ્યો તણાઇ ગયા હતા.
સુરેન્દ્રનગર જિલ્લાના ધોળીધજા ડેમમાં શનિવારની બપોરે ત્રણ કિશોરોના ડૂબી જવાથી મોત થયા હતા. મૃતકોના મૃતદેહને ફાયર બ્રિગેડની ટીમે રવિવારે બપોરે બહાર કાઢ્યા હતા.
પોલીસે પ્રાથમિક તપાસ બાદ જણાવ્યું હતું કે, ત્રણેય મૃતકો વિદ્યાર્થીઓ હતા. પોલીસના જણાવ્યા અનુસાર સુરેન્દ્રનગર શહેરના પાંચ મિત્રો શનિવારના રોજ ધોળીધજા ડેમ પર પિકનિક માટે આવ્યા હતા.












Click it and Unblock the Notifications
