મૃત દાદાના શબ જોડે પૌત્રએ જીભડી કાઢી સેલ્ફી પડાવ્યું!
હવે તમે આને સેલ્ફી ક્રેઝ કહો કે પછી કંઇ બીજું. પણ સોશ્યલ મીડિયા પર છવાઇ જવાના ક્રેઝએ એક નાનકડા બાળકને કંઇક તેવું કરવા મજબૂર કર્યો જે બીજા શબ્દોમાં શર્મજનક અને અમાનવીય કહેવાય.
સાઉદી અરબમાં એક બાળકે પોતાના મૃત દાદાના શબની સાથે એક સેલ્ફી પડાવી તેને સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી દીધું. એટલું જ નહીં તેણે આ ફોટોમાં પોતાની જીભ પણ નીકાળી અને લખ્યું બાય દાદા!. જો કે આ ફોટો પોસ્ટ થયા બાદ લોકોનો ગુસ્સો આ યુવક પર જરૂરથી ઉતર્યો. યુવકની મસ્તીભરેલ અંદાજ અને સ્થિતિની ગંભીરતા વિચારીને લોકો ચીડાઇ ગયા.

એટલું જ નહીં સાઉદી અરબ પ્રશાસનને આ મામલે અનેક ફરિયાદો આવતા તેણે પણ આ મામલે તપાસના આદેશ આપ્યા. વધુમાં તેવા પણ સવાલ ઊભા થયા કે હોસ્પિટલ પ્રશાસને બાળકને ફોટો લેવાની છૂટ કેવી રીતે આપી.
જે પર સાઉદીના જનસંપર્ક પ્રમુખ અબ્દુલ રજાક હફીદે સ્પષ્ટતા આપતા કહ્યું કે મદીનામાં આ મામલે હોસ્પિટલ અને બાળક બન્ને વિષે તપાસ કરવામાં આવી રહી છે. અને જો ખરેખરમાં તેવું થયું હશે તો આ અમાનવીય કૃત્ય માટે તમામ દોષીઓ સમક્ષ કડક પગલાં લેવામાં આવશે.












Click it and Unblock the Notifications
