જો ત્રીજી લહેર આવશે તો સુરતમાં 20 હજાર બાળકો થઈ શકે છે સંક્રમિત
જો ત્રીજી લહેર આવશે તો લગભગ 20000 બાળકો(15 વર્ષથી નાની ઉંમરના) કોરોના વાયરસથી સંક્રમિત થઈ શકે છે.
સુરતઃ ન્યૂ સિવિલ હોસ્પિટલ(એનસીએચ), સુરતના એક અભ્યાસ દ્વારા ભવિષ્યવાણી કરવામાં આવી છે કે જો ત્રીજી લહેર આવશે તો લગભગ 20000 બાળકો(15 વર્ષથી નાની ઉંમરના) કોરોના વાયરસથી સંક્રમિત થઈ શકે છે. કોવિડ-19ની પહેલી અને બીજી લહેરમાં સરકારી હોસ્પિટલો અને ખાનગી પ્રયોગશાળાઓમાં કરવામાં આવેલ RTPCR, HRCT અને રેપિડ એંટીજન પરીક્ષણોના પરિણામો શામેલ કરીને વિસ્તૃત ગણતરીના આધારે અનુમાન લગાવવામાં આવ્યા છે. અભ્યાસ એ અવલોકન બાદ કરવામાં આવ્યુ હતુ કે સ્કૂલે જતા બાળકોના પરિવારોમાં મોટાભાગની માતાઓના ટેસ્ટ બીજી લહેરના પીક પર પહોંચતા પહેલા પૉઝિટીવ આવ્યા હતા.

17600થી 20,000 બાળકો સંક્રમિત થઈ શકે
એનચીએચના પ્રીવેન્ટીવ એન્ડ સોશિયલ મેડિસિન વિભાગ દ્વારા કરવામાં આવેલ અભ્યાસ અનુસાર ત્રીજી લહેરમાં અનુમાનિત 88,000થી એક લાખ કેસોમાંથી શહેરમાં લગભગ 17600થી 20,000 બાળકો સંક્રમિત થઈ શકે છે. અભ્યાસમાં જણાવ્યા મુજબ આમાંથી લગભગ 2000ને હોસ્પિટલમાં ભરતી થવાની જરૂર પડશે અને 200ને આઈસીયુની જરૂર પડશે.

ભવિષ્યવાણીઓ તૈયારીઓ માટે છે
પીએસએમના પ્રોફેસર અને હેડ ઑફ ધ ડિપાર્ટમેન્ટે જણાવ્યુ કે, 'ભવિષ્યવાણીઓ માત્ર તૈયારીઓ માટે છે અને કોઈ પણ સચોટ રીતે જણાવી ન શકે કે ત્રીજી લહેર આવવા પર શું થશે. યુવા વસ્તીમાં વધુ સંક્રમણની સંભાવના છે કારણકે તેમને રસી લગાવાતી નથી. વિભાગ બંને લહેરોનુ બારીકાઈથી નિરીક્ષણ કરી રહ્યુ હતુ અને પોતાના દૈનિક નિષ્કર્ષોના આધારે તેણે આગલા અમુક દિવસો માટે ભવિષ્યવાણીઓ અને અનુમાન લગાવ્યા. શિક્ષકો અને ડૉક્ટરો સહિત 50ની ટીમે આરોગ્ય અધિકારીઓને છેલ્લા અમુક મહિનાઓ દરમિયાન ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાની સલાહ આપી.'

અંડર 15ના 20% બાળકો સંક્રમિત થશે
કોસંબિયાએ ઉમેર્યુ કે, 'RT-PCR, HRCT અને એંટીજન ટેસ્ટ પરિણામો દ્વારા અમે એ જોયુ કે જો ત્રીજી લહેરમાં એક લાખ કેસો થઈ જાય તો અંડર 15ના 20% સંક્રમિત થશે. NCHS અને SMIMER એ યુવા દર્દીઓની સારવાર માટે તૈયારીઓ કરી લીધી છે. બીજી લહેરમાં કુલ કેસોમાંથી 5.4% બાળકો સરકારી હોસ્પિટલોમાં પૉઝિટીવ મળી આવ્યા હતા. આ પહેલી લહેરની સરખામણીમાં વધુ છે અને જો આ સિલસિલો ચાલુ રહે તો બાળકો સંક્રમિત થશે. જો આપણે ખાનગી લેબોરેટરીઓમાં કરાયેલ HRCT, એંટીજન અને RT-PCR ટેસ્ટને ગણતરીમાં લઈએ તો 20% બાળકો સંક્રમિત થયા હતા પરંતુ તેમાંથી મોટાભાગના બાળકો દવા વગર જ રિકવર થઈ ગયા.'












Click it and Unblock the Notifications
