For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરત શહેરમાં 19 કરોડના ખર્ચે વધુ 4 લેક ગાર્ડન બનાવાશે!

સુરત શહેરમાં પર્યાવરણની જાળવણી અને મનોરંજન માટે સ્થળ બનાવવા માટે સુરત મહાનગરપાલિકા હાલમાં લેક ગાર્ડન વિકસાવવા પર ભાર મુકી રહી છે. શહેરમાં ઘણા તળાવ બગીચા વિકસાવવામાં આવ્યા છે.

By Desk
|
Google Oneindia Gujarati News

સુરત : સુરત શહેરમાં પર્યાવરણની જાળવણી અને મનોરંજન માટે સ્થળ બનાવવા માટે સુરત મહાનગરપાલિકા હાલમાં લેક ગાર્ડન વિકસાવવા પર ભાર મુકી રહી છે. શહેરમાં ઘણા તળાવ બગીચા વિકસાવવામાં આવ્યા છે. હાલના બજેટમાં મ્યુનિસિપલ કમિશનરે 15 તળાવોના વિકાસ માટે જોગવાઈ કરી છે.

garden

સુરત મહાનગરપાલિકા દ્વારા તળાવો તેમજ આસપાસના વિસ્તારનો વિકાસ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તળાવની આસપાસ રાજ્ય સરકાર હસ્તકની જમીનનો કબજો લેવામાં આવશે.

શહેરીજનોને ફરવા માટે સારા બગીચા મળી રહે તે માટે શહેરના તમામ તળાવો વિકસાવવાનું આયોજન છે અને જૂના તળાવોનો પુનઃવિકાસ કરવાનું આયોજન છે. જે અંતર્ગત શહેરના લેક ગાર્ડનનો તબક્કાવાર વિકાસ કરવામાં આવી રહ્યો છે. જેમાં શહેરના વધુ 3 તળાવ બગીચા વિકસાવવા માટેની દરખાસ્ત ગાર્ડન કમિટીમાં રજૂ કરવામાં આવી છે. કુલ 4 તળાવો વિકસાવવા માટે અઠવા ખાતે 2 અને ઉધના-બી ઝોનમાં 2 તળાવો બનાવવાનું આયોજન છે.

English summary
4 more lake gardens will be built in Surat city at a cost of 19 crores!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X