For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આપ કાર્યકર્તાએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, AAP નેતાએ આપી હતી ધમકી

13 ઓગસ્ટના રોજ આમ આદમી પાર્ટીના એક કાર્યકરે પાર્ટીના નેતા દ્વારા કથિત રીતે માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાને કારણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ મહિલા કાર્યકર્તાએ આપ નેતા સામે ખંડણીની ફરિયાદ પણ નોંધાવી હતી.

|
Google Oneindia Gujarati News

13 ઓગસ્ટના રોજ આમ આદમી પાર્ટીના એક કાર્યકરે પાર્ટીના નેતા દ્વારા કથિત રીતે માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાને કારણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ મહિલા કાર્યકર્તાએ આપ નેતા સામે ખંડણીની ફરિયાદ પણ નોંધાવી હતી.

પાંડેસરા પોલીસના જણાવ્યા મુજબ ભેસ્તાન સ્થિત આકાશ દર્શન સોસાયટીમાં રહેતી અને મૂળ ઉત્તરપ્રદેશની સપના રાજપૂતે કથિત રીતે ઉંઘની ગોળીઓ ખાઇને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે સપના રાજપુતે તેના જમણા હાથના કાંડાની નસ પણ કાપી નાખી હતી.

AAP

સપનાને તેના પતિ અજય રાજપૂત દ્વારા સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને હાલમાં તેની હાલત સ્થિર છે. સપનાએ 13 ઓગસ્ટની રાત્રે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે, સુરતમાં વોર્ડ નંબર 30 ઉન્ન વિસ્તારમાં પાર્ટીના કેટલાક કામના મુદ્દાઓને લઇને તેને પાંડેસરા વિસ્તારમાં આવેલી જલારામ સોસાયટીમાં રહેતા AAP નેતા ગૌતમ પટેલનો ફોન આવ્યો હતો.

ગૌતમ પટેલે કથિત રીતે તેને કહ્યું કે, તેના પતિ અજય રાજપૂતે દોઢ વર્ષ પહેલા વ્યાજ પર 4000 રૂપિયા કોઈ કામ માટે લીધા હતા અને આજ સુધી પૈસા પાછા આપ્યા નથી. સપના તેના પતિ સાથે પાંડેસરામાં ગૌતમની ઓફિસમાં ગઈ હતી અને રકમ પરત કરી હતી, જેમાં તેને ગૌતમ પટેલને વ્યજ સહિત કુલ 10,000 રૂપિયા ચૂકવ્યા હતા.

સપના રાજપુતના જણાવ્યા અનુસાર ગૌતમ પટેલે 13 ઓગસ્ટના રોજ ફરી તેને ફોન કર્યો હતો અને તેને રાજકીય કારકિર્દી સમાપ્ત કરવાની ધમકી આપી હતી. ત્યારબાદ તેણીએ પોતાનું જીવન સમાપ્ત કરવાનો પ્રયાસ કર્યો હોવાનું પાંડેસરા પોલીસે જણાવ્યું હતું.

સપનાની ફરિયાદના આધારે પાંડેસરા પોલીસે 13 ઓગસ્ટના રોજ ગૌતમ પટેલ વિરુદ્ધ IPC કલમ 289 (ખંડણી) અને ગુજરાત મની લેન્ડર્સ એક્ટ 2011ની કલમ 40 અને 42 હેઠળ ગુનો નોંધ્યો હતો.

પાંડેસરા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે આર દેસાઈએ જણાવ્યું હતું કે, ગૌતમ પટેલ દ્વારા આપવામાં આવેલી ધમકીને કારણે સપના ડિપ્રેશનમાં હતી. સપનાએ ગૌતમને વ્યાજની સાથે લોનની રકમ પણ ચૂકવી દીધી હતી, તેમ છતાં ગૌતમે સપનાને ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું હતું. સપના રાજપૂતની હાલત હાલ સ્થિર છે. અમે ગૌતમ પટેલની ધરપકડ કરવા અમારી ટીમો મોકલી છે.

English summary
On August 13, an Aam Aadmi Party worker attempted suicide after being allegedly mentally tortured by the party leader. The woman activist had also lodged a ransom complaint against the AAP leader.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X