રામ નવમી અને મહાવીર જયંતિ પર તમામ કતલખાના રહેશે બંધ
Navami and Mahavir Jayanti : રામ નવમી અને મહાવીર જયંતિ નિમિત્તે સુરત મહાનગરપાલિકા સંચાલિત તમામ કતલખાનાઓ બંધ રહેશે. બુધવાર, 17 એપ્રિલના રોજ શ્રી રામ નવમી અને 21 એપ્રિલ, રવિવારે શ્રી મહાવીર જયંતિ નિમિત્તે સલાબતપુરા અને રાંદેર કતલખાનાઓ બંધ રહેશે.
સ્થાયી સમિતિના ઠરાવ નંબર 261 તારીખ 20, ફેબ્રુઆરી, 1976 મુજબ સુરત મહાનગરપાલિકાના તમામ કતલખાના દર વર્ષની જેમ રામ નવમી અને મહાવીર જયંતિના દિવસે બંધ રહેશે. મટન-બીફ વેચતા તમામ લાઇસન્સ ધારકોએ આ માહિતીનું પાલન કરવાનું રહેશે.
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની સૂચનાનો ભંગ કરનાર વ્યક્તિઓ સામે BPMC કાર્યવાહી કરશે, અને બોમ્બે પોલીસ એક્ટની વિવિધ જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

આ વાતનું પણ રાખો ધ્યાન
- રામ નવમી અને મહાવીર જયંતિના દિવસે માંસના વેચાણ પર પણ પ્રતિબંધ રહેશે.
- સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ શહેરમાં તપાસ કરશે અને ઉલ્લંઘન કરનારા સામે પગલાં લેશે.
- નાગરિકોને આ તહેવારો દરમિયાન માંસનું વેચાણ કે ખરીદી ન કરવા વિનંતી કરવામાં આવે છે.
- સુરત મહાનગર પાલિકા દ્વારા આ માહિતી આપવામાં આવી છે.












Click it and Unblock the Notifications
