સુરતના અડાજણમાંથી નકલી સીઆરપીએફ જવાન ઝડપાયો, પોલીસ સાથે કરી હતી માથાકુટ

સુરતમાં નકલી પોલીસ બનીને અસલી પોલીસ સાથે માથાકૂટ કરવી એક વ્યક્તિને ભારે પડી હતી. પોતે સીઆરપીએફમાં હોવાનો રોફ જમાવી પોલીસ સાથે માથાકૂટ કરવા જતા એક વ્યક્તિની ધરપકડ કરાઈ છે. ઝડપાયેલા વ્યક્તિના બનેવી સીઆરપીએફમાં નોકરી કરે છે

સુરતમાં નકલી પોલીસ બનીને અસલી પોલીસ સાથે માથાકૂટ કરવી એક વ્યક્તિને ભારે પડી હતી. પોતે સીઆરપીએફમાં હોવાનો રોફ જમાવી પોલીસ સાથે માથાકૂટ કરવા જતા એક વ્યક્તિની ધરપકડ કરાઈ છે. ઝડપાયેલા વ્યક્તિના બનેવી સીઆરપીએફમાં નોકરી કરે છે અને તેઓના આઈકાર્ડ બતાવી અડાજણમાં પોલીસ સાથે માથાકૂટ કરવામાં આવી હતી.

Surat

અડાજણ વિસ્તારમાં આવેલા ધબકાર ટ્રાફિક સર્કલ પાસે ટ્રાફિક જવાનો ટ્રાફિક નિયમનની કામગીરી કરી રહ્યા હતા. તે વેળાએ જીલ્લાની બ્રીજ પાસેથી આવી રહેલા એક બાઈક ચાલકને પોલીસે ડાયવર્ઝન હોવાથી અન્ય રસ્તા તરફ જવાનું કહ્યું હતું. પરંતુ બાઈક ચાલકે પોલીસકર્મીઓ સાથે માથાકૂટ કરી હતી. અને પોતે સીઆરપીએફ (સેન્ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સ)માં છું એમ કહી માથાકૂટ કરી હતી.

આ મામલે રાંદેર પોલીસને જાણ કરાઈ હતી. રાંદેર પોલિસનો કાફલો ઘટના સ્થળે આવ્યો હતો અને બાઈક ચાલકને પોતાની સાથે લઇ ગયી હતી. પોલીસ તપાસમાં યુવક પાસે જે આઈકાર્ડ મળી આવ્યું હતું તે તેનો બનેવી પલ્કેશકુમાર સીઆરપીએફમાં છે. તેના આઈકાર્ડની કલર ઝેરોક્સ છે. ટ્રાફિક બ્રાંચના હેડ કોન્સ્ટેબલ કેતન સોલંકીએ સુનિલ વિરુદ્ધ રાંદેર પોલીસસ્ટેશનમાં સરકારી ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવી છે.ડીસીપીએ જણાવ્યું કે, ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કેતન સોલંકી અડાજણ ધબકાર સર્કલ પાસે ફરજ બજાવી રહ્યા હતા. તે વેળાએ સુનીલ ભાઈ ઓડ કરીને તેઓની પાસે આવીને પોતે સીઆરપીએફમાં નોકરી કરે છે. તેવો આઈકાર્ડ બતાવી બોલાચાલી અને માથાકૂટ કરી હતી.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે સુનીલભાઈના બનેવી સીઆરપીએફમાં હતા તેઓ કોઈ ફરજ બજાવતા ન હતા. જેથી તેઓની સામે કાર્યવાહી કરાઈ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X