For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરતના ઉમરપાડામાં 11 ઈંચ વરસાદ, રસ્તા બંધ, જનજીવન અસ્તવ્યસ્ત

ગુજરાતમાં સુરત જિલ્લાના ચેરાપુંજી કહેવાતા ઉમરપાડામાં અનરાધાર વરસાદ પડ્યો છે.

|
Google Oneindia Gujarati News

સુરતઃ ચોમાસુ હવે તેના અંતિમ દોરમાં છે તેમછતાં ઘણા સ્થળોએ ભારે વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં સુરત જિલ્લામાં ચેરાપુંજી કહેવાતા ઉમરપાડામાં અનરાધાર વરસાદ પડ્યો છે. માત્ર બે કલાકમાં અહીં 11 ઈંચ વરસાદ નોંધવામાં આવ્યો છે. જેના કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયુ છે. વરસાદ એટલો વધુ હતો કે રસ્તા પર જાણે કે નદી વહેવા લાગી.

gujarat rain

માહિતી મુજબ બે કલાકથી વધુ સમય સુધી થયેલા ભારે વરસાદના કારણે નદીઓ છલકાઈ ગઈ. વિસ્તારમાં રસ્તા બંધ થવાથી જનજીવન અસ્તવ્યસ્ત થવા લાગ્યુ. ઘણા ગામોનો સંપર્ક તૂટી ગયો. વળી, અહીંથી થોડા કિલોમીટર દૂર માંગરોળમાં 5.5 ઈંચ વરસાદ થયો. ભારે વરસાદના કારણે ગુજરાતની નદીઓ છલકાઈ રહી છે. વાહન વ્યવહાર પણ ખોરવાયો છે.

તમને જણાવી દઈએ કે જુલાઈ તેમજ ઓગસ્ટમાં ગુજરાતમાં ભયંકર વરસાદ થયો. જો કે સપ્ટેમ્બરની શરૂઆત સાથે જ વરસાદ થંભી ગયો હતો. ત્યારબાદ હવે ગુરુવારે સુરત જિલ્લામાં ફરીથી વાદળ વરસ્યા. જિલ્લાના ઉમરપાડાના જંગલ વિસ્તારમાં ભારે વરસાદના કારણે વરસાદ થયો. દિવસભર વાદળ છવાયેલા રહ્યા બાદ બપોરે બે વાગ્યા બાદ અચાનક ગડગડાટ સાથે મૂસળધાર વરસાદ શરૂ થઈ ગયો. બે કલાકમાં 11 ઈંડ વરસાદ થયો. ઉમરપાડા મુખ્ય બજારનો રસ્તો તો નદીની જેમ વહેવા લાગ્યો. આંતરિક અને મુખ્ય રસ્તાઓ પર પણ પાણી ભરાઈ ગયા.

ગૂગલે આપ્યો Paytmને મોટો ઝટકો, પ્લે સ્ટોરમાંથી હટાવી એપગૂગલે આપ્યો Paytmને મોટો ઝટકો, પ્લે સ્ટોરમાંથી હટાવી એપ

English summary
Gujarat: 11 inches of rainfall in Umarpada, Surat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X