ગુજરાતમાં તાપીના કિનારે 33 કિમીમાં બનશે રિવરફ્રંટ, વર્લ્ડ બેંક સરકારને આપશે 1991 કરોડ
સુરતઃ ગુજરાતમાં તાપી નદીના કિનારે 33 કિલોમીટર વિસ્તારમાં રિવરફ્રંટ બનશે. સરકારે આ પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. આના માટે વર્લ્ડ બેંકમાંથી સરકારને 1991 કરોડ રૂપિયાની લોન મળશે. મહાનગર પાલિકાના અધિકારીઓના જણાવ્યા મુજબ તાપી નદી પર આ રિવરફ્રંટ નાગરિકોના મનોરંજન માટે બનશે. 33 કિલોમીટરમાં આ રીતના એક કન્વેશનલ બેરેજના નિર્માણ માટે ટેન્ડર ફરીથી આમંત્રિત કરવામાં આવ્યા છે. તેમણે કહ્યુ કે રુંઢ-ભાઠા કન્વેંશનલ બેરેજ બનાવવા માટે ફરીથી ટેન્ડર જાહેર કરવામાં આવ્યા છે અને આ પ્રોજેક્ટ હેઠળ અહીં 10 કિમી લાંબો જળાશય પણ બનશે.
મહાનગરપાલિકા તરફથી કહેવામાં આવ્યુ છે કે જળાશયની બંને તરફ પર્યટન અને પરિવહન માટે વિવિધ સુવિધાઓ વિકસિત કરવામાં આવશે. નદી કિનારે હરિયાળી અને મનોરંજક ક્ષેત્રોના વિકાસ, પાણી અને ભૂમિના મેનેજમેન્ટ સાથે નદીના પાણીને સ્વચ્છ બનાવવામાં આવશે. પરિયોજનામાં કુલ પડતર કિંમત 3904 કરોડ રૂપિયા આવશે. રાજ્ય સરકારે મહાનગર પાલિકાના આ પ્રસ્તાવને લીલી ઝંડી આપી દીધી છે.
મહાનગર પાલિકાના કમિશ્નર બછાનિધિ પાણીએ જણાવ્યુ કે તાપી નદી પર એક કન્વેશનલ બેરેજ બનશે જેના બનવાથી ઉપરના ભાગમાં લગભગ 10 કિમી સુધી સિંગનપોર વિયર સુધી(ફેઝ-1)માં 23 કિમી અને લંબાઈમાં (ફેઝ-2)માં વિશાળ જળ સરોવર બનાવવામાં આવશે. તેમણે જણાવ્યુ કે નદીના કિનારે એક વધુ રસ્તો અને નૌકા વિહારની સુવિધા પણ હશે.
Mood of the Nation poll: 80% લોકોના મતે ખેડૂત આંદોલન પર બરાબર છે મોદી સરકારની નીતિ