ગુજરાતમાં હીટવેવ: 5 દિવસમાં 5 મોત, તો 9 દિવસમાં 1549 લોકો થયા બેભાન
Heatwave in Gujarat: ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમીના હારણે હીટવેવ જોવા મળી રહી છે. સૂરત શહેરમાં ઝાડા-ઉલ્ટી, પેટમાં દુખાવો અને તાવના કારણે છેલ્લા 5 દિવસમાં 5 લોકોના મોત થયા છે.
આ સાથે ગરમીના કારણે બેભાન થનારા લોકોની સંખ્યા ચિંતાજનક છે. સુરત અને સમગ્ર રાજ્યમાં ઝાડ-ઉલ્ટીના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે.
છેલ્લા 9 દિવસમાં 1549 લોકો બેભાન થયા, આ તમામ લોકોને 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
રાજ્યમાં ગરમીને લગતી સમસ્યાઓના કારણે છેલ્લા નવ દિવસમાં 7,342 કોલ્સ આવ્યા હતા, જેમાં ઉલ્ટી અને ઝાડાનાં 32 ટકા કેસ અને માથાના દુખાવાના 27 ટકા કેસનો સમાવેશ થાય છે.
સુરતમાં છેલ્લા 5 દિવસમાં ઉલ્ટી, ઝાડા, ખૂબ તાવ અને પેટમાં દુખાવાને કારણે 5 લોકોના મોત થયા છે. સચીનમાં રહેતો 2 વર્ષનો છોકરો અને ગોડાદરા વિસ્તારમાં રહેતી 28 વર્ષીય પરિણીત મહિલાનું ઉલ્ટી અને ઝાડા થવાથી મોત નીપજ્યું હતું.

શનિવારે સચિન વિસ્તારમાં તાવની ફરિયાદ બાદ 6 માસના છોકરા, પાંડેસરાની 5 વર્ષની બાળકીનું ઉલ્ટી અને ઝાડા અને કનકપુર કનસાડ વિસ્તારમાં પેટમાં દુખાવાથી 30 વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું.
ગુજરાતમાં વધતી જતી ગરમીના મોજા(હીટવેવ)ને કારણે ઉલ્ટી અને ઝાડાનાં કેસોમાં 32 ટકા અને માથાનો દુખાવોના કેસમાં સરેરાશ 27 ટકાનો વધારો થયો છે. ગયા વર્ષે 1 થી 9 એપ્રિલ વચ્ચે વિવિધ રોગોમાં 10 ટકાનો ઉછાળો આવ્યો છે. આ વર્ષે પેટમાં દુખાવાના કેસમાં એમ્બ્યુલન્સને 9 દિવસમાં 2586 કોલ આવ્યા છે.
ગયા વર્ષે 2023માં આ સમયગાળા દરમિયાન 2264 કોલ આવ્યા હતા. ચાલુ વર્ષે 9 દિવસમાં ગરમીના કારણે બેહોશ થવાના 1549 કેસ, માથાના દુખાવાના 158 અને હીટસ્ટ્રોકના 3 કેસ નોંધાયા છે, જેમાં દર્દીઓને હોસ્પિટલ લઈ જવાયા છે. રાજ્યમાં છેલ્લા 9 દિવસમાં એમ્બ્યુલન્સ સેવાને ઉચ્ચ તાવના 1262 અને ઉલ્ટી અને ઝાડાનાં 1784 કેસ નોંધાયા છે. ગયા વર્ષે આ સંખ્યા 1348 હતી.
6 શહેરોમાં પારો 40 ડિગ્રીને પાર - ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી આકરી ગરમી પડી રહી છે. રાજ્યના 6 શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. રાજકોટમાં સૌથી વધુ 41.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત અમદાવાદમાં 41.5 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં
41.5 ડિગ્રી, ભુજમાં 41.1 ડિગ્રી, ગાંધીનગરમાં 41 ડિગ્રી, કંડલા એરપોર્ટ પર 40.7 ડિગ્રી, વડોદરામાં 39.4 ડિગ્રી અને વલ્લભવિદ્યાનગર અને કેળવણીનગરમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.












Click it and Unblock the Notifications
