વલસાડના ધરમપુર ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન પરિસંવાદ યોજાયો!
વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે સાયન્સ સેમિનારનું આયોજન કરી વિદ્યાર્થીઓની નવી વૈજ્ઞાનિક પ્રતિભાને પ્રોત્સાહન આપવા તેમજ વૈજ્ઞાનિક જાગૃતિ સાથે વિવિધ શાખાઓની માહિતીથી વાકેફ કરવાનો પ્રયાસ કરાય છે.
વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે સાયન્સ સેમિનારનું આયોજન કરી વિદ્યાર્થીઓની નવી વૈજ્ઞાનિક પ્રતિભાને પ્રોત્સાહન આપવા તેમજ વૈજ્ઞાનિક જાગૃતિ સાથે વિવિધ શાખાઓની માહિતીથી વાકેફ કરવાનો પ્રયાસ કરાય છે. રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ, ભારત સરકાર દ્વારા આયોજિત નેશનલ સાયન્સ સેમિનાર માટે "ટકાઉ વિકાસ માટે મૂળભૂત વિજ્ઞાન: પડકારો અને સંભાવનાઓ" વિષય પર જિલ્લા કક્ષાની સ્પર્ધા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર દ્વારા યોજાઈ હતી.

જિલ્લા કક્ષાના સાયન્સ સેમિનારમાં વલસાડ જિલ્લાની 07 શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિજેતાઓ રાજય કક્ષાના સેમિનારમાં વલસાડ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. રાજય કક્ષાની સ્પર્ધા ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગાંધીનગર દ્વારા આયોજીત થશે. જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુરના એજ્યુકેશન ઓફિસર પ્રજ્ઞેશ રાઠોડ દ્વારા ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ અને વિજેતાઓને પ્રમાણપત્ર અને પુરસ્કાર વિતરણ કર્યું હતું.












Click it and Unblock the Notifications
