Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગોડાઉનમાં રાખેલા 150 ઓક્સિજન સિલિન્ડર અચાનક ફાટ્યા, એક યુવકનુ મોત, 5 ઘાયલ

ગુજરાતમાં સુરતના ઉધના વિસ્તારમાં પેરિસ પ્લાઝા સ્થિત એક ગોડાઉનમાં ઑક્સિજન સિલિન્ડરમાં બ્લાસ્ટ થઈ ગયો જેનાથી એક યુવકનુ મોત થઈ ગયુ

સુરતઃ ગુજરાતમાં સુરતના ઉધના વિસ્તારમાં પેરિસ પ્લાઝા સ્થિત એક ગોડાઉનમાં ઑક્સિજન સિલિન્ડરમાં બ્લાસ્ટ થઈ ગયો જેનાથી એક યુવકનુ મોત થઈ ગયુ જ્યારે ગોડાઉનના માલિક સહિત 5 લોકો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા. સૂચના મળતા પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે લગભગ 15 લોકોને રેસ્ક્યુ કરીને કાઢ્યા. જણાવવામાં આવ્યુ છે કે એ ગોડાઉનમાં 150 ઑક્સિજન સિલિન્ડર રાખ્યા હતા. બ્લાસ્ટ એ વખતે થયો જ્યારે સિલિન્ડરને ટેમ્પોમાંથી ઉતારવામાં આવી રહ્યા હતા ત્યાં આગ લાગી ગઈ.

gujarat blast

ફાયર બ્રિગેડના અધિકારીનુ કહેવુ છે કે ગોડાઉનમાં ફાયર સેફ્ટીના સંશાધનો નહોતા. વળી, એમ પણ કહેવામાં આવી રહ્યુ છે કે ફાયર અધિકારીને ખબર નથી કે નોટિસ આપવામાં આવી હતી કે નહિ. માટે આ બાબતે કોઈ કેસ કરવામાં આવ્યો નથી. જે વ્યક્તિનુ બ્લાસ્ટમાં મોત થયુ તેની ઓળખ સચિન નિવાસી મનોજ કુમાર રામબલેશ મહતો(35 વર્ષ) તરીકે થઈ છે. મનોજ ઉપરાંત ગોડાઉનના માલિક અજય ચૌહાણ, આશીષ ચૌહાણ, રાજ રાવલ, રાજકુમાર સિંહ, સુધીર સિંહ, પવન રમેશ ત્રિપાઠી ઘાયલ થયેલા લોકો છે. જેમને ખાનગી તેમજ સ્મીમેર હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.

પેરિસ પ્લાઝા સ્થિત આ ગોડાઉનમાંથી ઓક્સિજન સિલિન્ડર સપ્લાય કરવામાં આવતુ હતુ. અહીં ઑક્સિજન સિલિન્ડરમાં મંગળવારે બપોરે 12.30 વાગે બ્લાસ્ટ થઈ ગયો. ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા હવે તપાસ કરવામાં આવી રહી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X