Surat: પેટ્રોલ ચોરોના કારણે 18 વાહનો બળીને ખાખ, સિગારેટના કારણે ખુલ્યું રહસ્ય
Surat: નવા વર્ષની વહેલી સવારે એક પાર્કિંગમાં આગ લાગતા 18 ટુ-વ્હીલર અને 20 વીજ મીટર બળીને ખાખ થઈ ગયાની ઘટનાનું રહસ્ય ઉકેલાયું છે. સુરત પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, તે ખરેખર પેટ્રોલ ચોરની બેદરકારી હતી, જેના કારણે ઉધના અક્ષરકુંજ સોસાયટીના પાર્કિંગમાં આગ લાગી હતી.
સુરત પોલીસ દ્વારા સોમવારના રોજ આ ઘટનાના સંબંધમાં એક સગીર સહિત ત્રણ લોકોની ધરપકડ કરી હતી. મંગળવારની સવારે 3.30 કલાકની આસપાસ અક્ષરકુંજ સોસાયટીમાં ત્રણ યુવકો બાઇકમાંથી પેટ્રોલ ચોરી કરવા ઘૂસ્યા હતા. તેઓ હતા આયુષ કુશવાહ (20), ઉર્વેશ પટેલ (20) અને એક સગીર છોકરાનો સમાવેશ થાય છે.

સગીર છોકરાએ લોકોની હિલચાલ પર નજર રાખી હતી, જ્યારે અન્ય બેએ બાઇકમાંથી પેટ્રોલ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. ધૂમ્રપાનનું વ્યસની કુશવાહ જ્યારે પેટ્રોલ ચોરી કરી રહ્યો હતો, ત્યારે તેણે સિગારેટ સળગાવી હતી. સિગારેટ સળગાવવાની પ્રક્રિયા દરમિયાન અચાનક પેટ્રોલમાં આગ લાગી જે ઝડપથી ફેલાઈ અને 18 વાહનો અને 20 વીજ મીટર બળીને ખાખ થઈ ગયા હતા. કુલ નુકસાન રૂપિયા 5.84 લાખ - 18 દ્વિચક્રી વાહનો માટે રૂપિયા 5.44 લાખ અને 20 મીટર માટે રૂપિયા 40,000 આંકવામાં આવ્યું હતું.
મદદનીશ પોલીસ કમિશનર (સી ડિવિઝન) ચિરાગ પટેલે જણાવ્યું હતું કે, ઘટનાના દિવસે અમારી પીસીઆર વાન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘટના પછી, અમને સૂચના મળી હતી કે, તે આકસ્મિક આગ નથી. જેથી અમારી ટીમે તપાસ શરૂ કરી હતી. અમે આરોપીઓને શોધવા માટે 42 સીસીટીવી ચેક કર્યા હતા. ધરપકડ કરવામાં આવેલા ત્રણમાંથી કુશવાહ વિરુદ્ધ ભૂતકાળમાં ત્રણ ગુના નોંધાયેલા છે.
આ ઘટનાના દિવસે હાઉસિંગ સોસાયટીમાં રહેતા વિદ્યાર્થીએ આગ અંગે પોલીસને જાણ કરી હતી. તે જાગી ગયો હતો. કારણ કે, તે રાત્રે તેની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો.
-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી










Click it and Unblock the Notifications
