Air Pollution: સુરત શહેરની હવા બની ઝેરી, AQI 200ને પાર, જાણો તમારા વિસ્તારની સ્થિતિ

Surat Air Pollution: ડાયમંડ સિટી સુરતમાં અત્યારે બેવડી ઋતુનો માર પડી રહ્યો છે. એકતરફ ઠંડીનો પારો ગગડી રહ્યો છે, તો બીજી તરફ શહેરની હવામાં પ્રદૂષણનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી ગયું છે. વહેલી સવારે જે ધુમ્મસ દેખાઈ રહ્યું છે, તે વાસ્તવમાં સ્વાસ્થ્ય માટે હાનિકારક 'સ્મોગ' (ધુમ્મસ અને ધુમાડાનું મિશ્રણ) હોવાનું સામે આવ્યું છે. સુરતનો સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 279 એ પહોંચી ગયો છે, જે 'ખૂબ જ નબળી' શ્રેણીમાં આવે છે.

Air Pollution

કયા વિસ્તારની હવા કેટલી ઝેરી?

શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર અલગ-અલગ નોંધાયું છે. ઉદ્યોગો અને ટ્રાફિક ધરાવતા વિસ્તારોમાં સ્થિતિ વધુ ગંભીર છે.

  • ખટોદરા: 250 AQI (સૌથી વધુ પ્રદૂષિત)
  • કતારગામ: 209 AQI
  • પાંડેસરા: 205 AQI
  • અલથાણ: 200 AQI
  • સચિન (GIDC): 199 AQI

પ્રદૂષણ વધવા પાછળના મુખ્ય કારણો

શિયાળામાં ઠંડીને કારણે હવા ભારે હોય છે, જેના પરિણામે પ્રદૂષિત કણો જમીનથી નજીક જમા રહે છે. વાહનોનો ધુમાડો, ચાલતા બાંધકામોની ધૂળ અને ઔદ્યોગિક એકમોમાંથી નીકળતા ઉત્સર્જનને કારણે હવાની ગુણવત્તા બગડી છે. જો પવનની ગતિ નહીં વધે તો આગામી દિવસોમાં સ્થિતિ વધુ સ્ફોટક બની શકે છે.

સ્વાસ્થ્ય પર ખતરો અને તકેદારી

નિષ્ણાતોના મતે 200થી ઉપરનો AQI શ્વાસના દર્દીઓ, વૃદ્ધો અને બાળકો માટે જોખમી છે. તેનાથી ફેફસાની બીમારી, અસ્થમા અને હૃદય રોગની સમસ્યા વધી શકે છે.

નાગરિકો માટે સલાહ

  • વહેલી સવારે વોકિંગ કે કસરત માટે જતી વખતે માસ્કનો ઉપયોગ અવશ્ય કરવો.
  • બાળકો અને વયોવૃદ્ધોએ બને ત્યાં સુધી વહેલી સવારે ઘરની બહાર નીકળવાનું ટાળવું.
  • શ્વાસ લેવામાં તકલીફ જણાય તો તુરંત તબીબી સલાહ લેવી.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X