સુરત કોર્પોરેશન 20 સ્થળો પર એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમનુ ટેસ્ટિંગ કરશે!

સુરત શહેરમાં પ્રદૂષણનું પ્રમાણ ન વધે અને પ્રદૂષણનું પ્રમાણ જાણવા માટે મહાનગરપાલિકાએ શહેરના અલગ-અલગ 20 સ્થળોએ એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

સુરત : સુરત શહેરમાં પ્રદૂષણનું પ્રમાણ ન વધે અને પ્રદૂષણનું પ્રમાણ જાણવા માટે મહાનગરપાલિકાએ શહેરના અલગ-અલગ 20 સ્થળોએ એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. શહેરમાં 20 સ્થળોની ઓળખ કરવામાં આવી છે, જેના માટે સુરત મહાનગરપાલિકા જર્મન સંસ્થા GIZ સાથે મળીને ગુણવત્તા મોનિટરિંગ સિસ્ટમ શરૂ કરશે.

Surat

ધ એર વી શેર ઈન્ટરનેશનલ ડે નિમિત્તે આજે સુરતમાં એક ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં સુરત મહાનગરપાલિકા પણ જોડાઈ છે. સુરત મહાનગરપાલિકા પ્રશાસન દ્વારા આજે સાયન્સ સેન્ટર ખાતે ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, બ્લુ સ્કાય-2022 માટે શહેરમાં અલગ-અલગ 20 સ્થળોએ હવા ગુણવત્તા સેન્સર આધારિત મોનિટરિંગ સ્ટેશનો સ્થાપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

હવાની ગુણવત્તા અને હવામાં પ્રદૂષણનું પ્રમાણ અને હવા કેટલી સ્વચ્છ છે તેમાં કોઈ ઘટાડો ન થાય તે માટે સુરતમાં એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ શરૂ કરવાની કવાયત પાલિકાએ શરૂ કરી છે. સુરત શહેરમાં તેમજ અન્ય સ્થળોએ જ્યાં પ્રદૂષણની ફરિયાદો હશે ત્યાં આવી મોનિટરિંગ સિસ્ટમ ગોઠવવામાં આવશે. આગામી દિવસોમાં સુરતના વિવિધ વિસ્તારોમાં સ્થાપવામાં આવનાર એર મોનિટરિંગ સ્ટેશનનો ડેટા શહેરમાં હવાની ગુણવત્તા સુધારવા માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X