સુરતમાં નકલી ઘી વેચતી ડેરીઓ પર દરોડા, 143 કિલો શંકાસ્પદ ઘી ઝડપાયુ
સુરત પોલીસે ભેળસેળયુક્ત ડેરી ઉત્પાદનો પર કાર્યવાહી કરતાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને સુરત મહાનગરપાલિકા (SMC) ના ફૂડ સેફ્ટી વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું.
પુણાગામ અને વરાછાની બે ડેરીઓ પર દરોડા પાડી, ૨૮,૬૦૦ની કિંમતનું ૧૪૩ કિલો શંકાસ્પદ ઘી જપ્ત કર્યું છે. ગ્રાહકોના સ્વાસ્થ્યને સંભવિત જોખમથી બચાવવાનો આ કાર્યવાહીનો ઉદ્દેશ હતો.

પ્રથમ દરોડો પુણાગામની અમૃતધારા ડેરીમાં થયો હતો. ઓપરેટર ભૂપતભાઈ નારણભાઈ પરમારની હાજરીમાં અહીંથી ૧૧,૬૦૦ની કિંમતનું ૫૮ કિલો શંકાસ્પદ ઘી જપ્ત કરાયું છે.
બીજો દરોડો વરાછાના જનતાનગર નજીક આવેલી જનતા ડેરી પર કરાયો. આ સ્થળેથી માલિક/ઓપરેટરની હાજરીમાં ૧૭,૦૦૦ની કિંમતનું ૮૫ કિલો શંકાસ્પદ ઘી પકડવામાં આવ્યું.
જપ્ત કરાયેલા ઘીને સીલ કરી, ગુણવત્તા તપાસ માટે નમૂનાઓ લેબોરેટરીમાં મોકલાયા છે. અધિકારીઓએ જણાવ્યું કે, જો ઘી ભેળસેળયુક્ત કે વપરાશ માટે અયોગ્ય જણાશે તો ડેરીના ઓપરેટરો અને માલિકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરાશે.












Click it and Unblock the Notifications
