Surat: સુરત જિલ્લા ન્યાયલયની રાષ્ટ્રીય લોક અદાલત, અધધ કેસનું નિવારણ

Surat: ગુજરાત રાજ્ય કાનુન સેવા પ્રાધિકરણના પ્રત્યક્ષ માર્ગદર્શન હેઠળ સુરત જિલ્લા કાનુન સેવા પ્રાધિકરના સુરત શહેર-જિલ્લાના તાલુકા ન્યાયાલયમાં આજે આયોજિત વિભિન્ન ચાલી રહેલા કેસની રાષ્ટ્રીય લોક અલાદતમાં કુલ 29049 કેસનો નિવારણ કરવામાં આવ્યું છે. જેમાં 310 કરોડનું નિવારણ કરવામાં આવ્યું અને 49 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

સુરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ અને મુખ્ય સુરત જિલ્લા ન્યાયાધીશ અતુલભાઈ રાવલના માર્ગદર્શન હેઠળ સુરત જિલ્લા કોર્ટ અને તાલુકા કોર્ટમાં પડતર વિવિધ કેસોની રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.

judgments

રાષ્ટ્રીય લોક અદાલતમાં ફોજદારી સમાધાનના કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળના કેસો, બેંકના નાણાંની વસૂલાત, મોટર અકસ્માત વળતર, મજૂર વિવાદ, પાણી અને વીજળીના બીલ, વૈવાહિક તકરાર, મહેસૂલ અને સિવિલ કેસો સહિત કુલ 6,388 કેસ દાખલ કરવામાં આવ્યા હતા. યોજાવવામાં આવેલા જેમાંથી આજે 5,392 કેસનું સમાધાન સમાધાન દ્વારા કરવામાં આવ્યું છે.

જ્યારે ખાસ બેઠકમાં કુલ 23,903 કેસમાંથી 23,657 કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે. મોટર વાહન અકસ્માત કેસમાં રૂપિયા 50 લાખ અને કોમર્શિયલ ક્લેમમાં રૂપિયા 309 કરોડનું સમાધાન થયું હતું. આ ઉપરાંત 1988ના એક સહિત અન્ય 23 વર્ષ જૂના દાવાની સમાધાન કરવામાં આવી છે.

સુરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ સી. આર. મોદીએ જણાવ્યું હતું કે, આજની રાષ્ટ્રીય લોક અદાલતમાં કુલ 29,049 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો અને રૂપિયા 3.10 કરોડનું સમાધાન થયું હતું અને રૂપિયા 49.96 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો. જ્યારે કોર્ટની કાર્યવાહી પહેલા કુલ 2,929 પ્રિ-લિટીગેશન કેસનું સમાધાન સમાધાન દ્વારા કરવામાં આવ્યું હતું અને રૂપિયા 3.55 કરોડનું સમાધાન થયું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X