Surat: 17 ડિસેમ્બરે PM મોદી આવશે ગુજરાત, સુરતમાં એરપોર્ટ ટર્મિનલનું કરશે ઉદ્ઘાટન

Surat: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 ડિસેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવશે. આ મુલાકાત દરમિયાન સુરતમાં નવનિર્મિત એરપોર્ટ ટર્મિનલનું ઉદ્ઘાટન કરશે.

વડાપ્રધાન મોદીના આગમન માટે પાર્ટીના નેતાઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. નવા એરપોર્ટ ટર્મિનલની વાત કરવામાં આવે તો આ નવું એરપોર્ટ ટર્મિનલમાં અનેક સુવિધાઓનો લાભ પ્રવાસીઓને મળાનો છે.

Prime Minister Narendra Modi

ઉલ્લેખનીય છે કે, નવા એરપોર્ટ ટર્મિનલમાં ગુજરાતની સંસ્કૃતિને દર્શાવતી કલાકૃતિઓ છે. આ સાથે નવા ટર્મિનલમાં 1800 મુસાફરોને સમાવવા માટે પૂરતી જગ્યા છે.

ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ પેસેન્જર્સ માટે બે એક્ઝિક્યુટિવ લાઉન્જ બનાવવામાં આવ્યા છે. આ નવા ટર્મિનલમાં પાંચ એરોબ્રિજ તૈયાર કરવામાં આવ્યા છે. સુરતની જનતાને 17મી ડિસેમ્બરના રોજ નવા ટર્મિનલની ભેટ મળશે.

ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક નેતાઓ સાથે બંધ બારણે બેઠક યોજાશે, તેવી અટકળો પણ ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની એક દિવસીય ગુજરાત મુલાકાત દરમિયાન અનેક મુદ્દાઓ પર ચર્ચા કરે તેવી શક્યતા છે. આ સાથે જ આગામી લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક નેતાઓ સાથે બંધ બારણે બેઠક યોજાશે, તેવી અટકળો ચાલી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X