Surat News : અમદાવાદ વિદ્યાર્થીની હત્યાનો પડઘો સુરતમાં, શહેરની તમામ શાળાઓ માટે માર્ગદર્શિકા જાહેર
Surat News : અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં શાળામાં વિદ્યાર્થીની હત્યાની ગંભીર ઘટના બાદ સુરતનું તંત્ર પણ સક્રિય બન્યું છે.
આવી ઘટનાઓ ફરી ન બને તે સુનિશ્ચિત કરવા સુરતની તમામ શાળાઓને કડક માર્ગદર્શિકાનું પાલન કરવા આદેશ આપવામાં આવ્યો છે.

સુરત જિલ્લા શિક્ષણાધિકારીએ આદેશ આપ્યો છે કે હવે દરેક શાળામાં શિસ્ત સમિતિની રચના કરવી ફરજિયાત છે. આ સમિતિમાં પ્રિન્સિપાલ, શિક્ષકો અને મોનિટર/GSનો સમાવેશ થશે, જે શાળાના કેમ્પસ અને મેદાનની સલામતી પર સતત નજર રાખશે.
- બેગ અને વાહનોનું ચેકિંગ : શાળામાં પ્રવેશતા તમામ વિદ્યાર્થીઓની બેગ અને તેમના વાહનોની અચાનક તપાસ કરવામાં આવશે.
- વાલીઓ માટે સૂચના : વાલીઓને પણ તેમના બાળકોની બેગ અને વાહનો નિયમિતપણે તપાસવા માટે કહેવામાં આવ્યું છે.
- શિક્ષકની હાજરી : કોઈ પણ સંજોગોમાં વિદ્યાર્થીઓને શિક્ષકની ગેરહાજરીમાં એકલા છોડી શકાશે નહીં.
- કાઉન્સેલિંગ અને કાર્યવાહી : જો કોઈ વિદ્યાર્થી પાસેથી કોઈ તીક્ષ્ણ હથિયાર મળે તો તેના વાલીની હાજરીમાં તેનું કાઉન્સેલિંગ કરવામાં આવશે. જો કાઉન્સેલિંગ બાદ પણ સુધારો ન જણાય, તો વિદ્યાર્થીને સસ્પેન્ડ અથવા શાળામાંથી ડિસમિસ પણ કરી શકાય છે.
- તાત્કાલિક રિપોર્ટિંગ : શાળાના પ્રિન્સિપાલ અને શિક્ષકો માટે વિદ્યાર્થીઓને સલામત વાતાવરણ પૂરું પાડવાની જવાબદારી છે. કોઈપણ અસામાન્ય ઘટના બને તો તરત જ તેની જાણ જિલ્લા શિક્ષણ કચેરીને કરવાની રહેશે.
આ કડક પગલાં સુરતની શાળાઓમાં વિદ્યાર્થીઓની સલામતી સુનિશ્ચિત કરવા અને અમદાવાદ જેવી દુર્ઘટનાઓ ટાળવા માટે લેવામાં આવ્યા છે. આ પગલાંનો હેતુ શાળાઓમાં શિસ્ત અને સુરક્ષાનું વાતાવરણ જાળવવાનો છે.












Click it and Unblock the Notifications
