ઉંઘી રહેલી તરૂણીની છેડતી કરનારો ઝડપાયો, ઉંઘમાં જ અંગો પર હાથ ફેરવતો હતો!
રાજ્યભરમાં ગરમીએ કહેર મચાવ્યો છે. દરેક વ્યક્તિ આ ગરમીથી કંટાળી ગયો છે. વધતી જતી ગરમીના કારણે લોકોને રાત્રે ઘરમાં સૂવામાં પણ ઘણી તકલીફ પડી રહી છે, જેના કારણે ઘણા લોકો પોતાના ઘરની છત પર જઈને સૂઈ જાય છે.
સુરત : રાજ્યભરમાં ગરમીએ કહેર મચાવ્યો છે. દરેક વ્યક્તિ આ ગરમીથી કંટાળી ગયો છે. વધતી જતી ગરમીના કારણે લોકોને રાત્રે ઘરમાં સૂવામાં પણ ઘણી તકલીફ પડી રહી છે, જેના કારણે ઘણા લોકો પોતાના ઘરની છત પર જઈને સૂઈ જાય છે. જો કે, સુરતના ઉધના વિસ્તારમાં ધાબા પર સુતેલી તરૂણી સાથે એવી ઘટના ઘટી જે ન ઘટવી જોઈએ.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઉધના વિસ્તારમાં રહેતા વેપારીની પુત્રી તેના મામાના ઘરે રહેવા ગઈ હતી. તે રાત્રે ઘાબા પર સૂતી હતી ત્યારે એક પરિચિત યુવકે તેની શારીરિક છેડતી કરી હતી. હકીકતમાં, નમ્રતાની શાળા તેના મામાના ઘરની ખૂબ નજીક છે, તેથી તે શુક્રવારે તેના મામાના ઘરે રહે અને શનિવારે સવારે ત્યાંથી શાળાએ જવા નીકળી જાય. શુક્રવારે પણ તરૂણી તેની હંમેશની આદત મુજબ શુક્રવારે તેના મામાના ઘરે પહોંચી હતી.
ગરમી વધુ હોવાને કારણે તે રાત્રે તેના મામા અને દાદી સાથે ધાબા પર સૂતી હતી. જો કે, રાત્રે સૂઈ ગયા બાદ જ્યારે યુવતી સવારે સૂઈ રહી હતી ત્યારે જ તેને પોતાને કોઈનો સ્પર્શ થયો હોવાનો અહેસાસ થયો હતો. જેના કારણે તે ઊંઘમાંથી જાગી ગઈ હતી. જ્યારે તે ઉઠી ત્યારે તેણે તેની સામે એક યુવકને જોયો, જે તેના અન્ડરવેર અને તેના પ્રાઈવેટ પાર્ટને સ્પર્શ કરી રહ્યો હતો. નમ્રતાની આંખ ખુલતાં જ આરોપી ભાગી ગયો. તે બાદ તરૂણીઅ સમગ્ર ઘટનાની માહિતી તેના માતા-પિતાને આપી હતી.
સાંજે આરોપી ઘરે પાછો ફર્યો કે તરત જ તરૂણીની માતાએ તેને પકડી લીધો અને કંટ્રોલ રૂમમાં જાણ કરતાં પોલીસ ત્યાં દોડી આવી. તરૂણીની માતાની ફરિયાદના આધારે પોલીસે હીરાનું કામ કરતા આરોપી સામે ગુનો નોંધી તેને કસ્ટડીમાં લીધો હતો.












Click it and Unblock the Notifications
