ઉકાઈ ડેમ સતત પાંચમાં વર્ષે સંપૂર્ણ ભરાયો, આખુ વર્ષ ખેતી, ઉદ્યોગ અને પીવાના પાણીની ચિંતા નહિ

Ukai Dam: દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે. હાલમાં ઉકાઈ ડેમમાં 14 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. નોંધનીય છે કે સતત પાંચમાં વર્ષે ઉકાઈ ડેમ સંપૂર્ણ ભરાયો છે.

ઉકાઈ ડેમ છેલ્લા ચાર વર્ષથી સંપૂર્ણ ભરવાના કારણે સુરત સહિત દક્ષિણ ગુજરાતને આખું વર્ષ પાણી મળે છે. આ વર્ષે પણ ડેમ 345 ફૂટ ભરવાની શક્યતા છે. ડેમની સપાટી 308 ફૂટ વધીને 345 ફૂટ પહોંચી ગઈ હતી. 2019થી ઉકાઈ ડેમ સંપૂર્ણ ભરવામાં આવી રહ્યો છે. આ વર્ષે પણ સંપૂર્ણ ભરવામાં આવ્યો છે.

ukai dam

ઉકાઈ ડેમમાંથી વલસાડ, નવસારી, તાપી, ભરૂચ અને સુરત આમ પાંચ જિલ્લાના ખેતીપાકોને પાણી મળે છે. વળી, આ જિલ્લાના 1 કરોડથી વધુ લોકોને પાણી પૂરુ પાડવામાં આવે છે. આ ઉપરાંત ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં પાણી આપવામાં આવે છે.

ઉકાઈ ડેમના કાર્યપાલક એન્જિનિયર પીજી વસાવાએ જણાવ્યુ હતુ કે ઉકાઈ ડેમ તેની સંપૂર્ણ ક્ષમતા એટલે કે 345 ફૂટે પહોંચી ગયો છે. આ જળાશયમાંથી સુરત, નવસારી, વલસાડ, તાપી અને ભરુચ જિલ્લાને આખુ વર્ષ પાણીનો લાભ મળશે. તેમણે વધુમાં જણાવ્યુ કે, તાપી જિલ્લાની આખા વર્ષની જરૂરિયાત ૪૫૦૦ મિલિયન ઘન મીટર છે. હાલ અહીં કુલ સંગ્રહ ૭૪૧૪ મિલિયન ઘન મીટર છે. એટલે સિંચાઈ, પીવા માટે અને ઉદ્યોગ માટે દોઢ વર્ષથી વધારે ચાલે એટલું પાણી છે.

વસાવાએ વધુમાં ઉમેર્યું કે, ચોમાસુ બેસતા ડેમમાં જેટલી પાણીની આવક થાય એટલે નક્કી કરેલા નિયમ મુજબ પાણી ભરવામાં આવે છે. ૧લી જુલાઇ સુધી ૩૨૧ ફુટ પાણી ભરી દેવામાં આવે છે. ૧ ઓગસ્ટ સુધી ૩૩૩ ફુટ, ૧લી સપ્ટેમ્બર સુધી ૩૩૫ ફુટ સુધી, ૧૬ સપ્ટેમ્બર સુધી ૩૪૦ ફુટ અને ૧લી ઓક્ટોબર સુધી ૩૪૫ ફુટ ભરવામાં આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X