પાણી પુરવઠા મંત્રીએ ઓલપાડના વરિયાવ જુથ યોજનાની કરી સમીક્ષા

Surat : વન, પર્યાવરણ, જળસંપતિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે ઓલપાડના વરિયાવ જુથ યોજના અંતર્ગત આવતા હેડવર્કસ તેમજ સબ હેડવર્કસની મુલાકાત લઈ સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે વર્તમાન પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા બેઠક યોજી જરૂરી દિશાની નિર્દેશો આપ્યા હતા.

વન, પર્યાવરણ, જળસંપતિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને ઉનાળામાં પાણીના આગોતરા આયોજન અંગે જરૂરી સૂચનો કર્યા હતા.

Water Supply Minister

આગામી ઉનાળાના સમયમાં ઓલપાડ તાલુકાના 108 ગામોમાં સર્જાતી પાણીની અગવડને ધ્યાને લઈ મંત્રીએ અહીં જિલ્લા-તાલુકા પંચાયત સભ્યો, સરપંચો અને અધિકારીઓ સાથે સ્થળ નિરીક્ષણ કરી નવા બોર, મોટર અને પાઈપલાઈનના જરૂરી કામોના આગોતરા આયોજન અંગે જરૂરી ચર્ચા-વિચારણા કરી હતી.

વન, પર્યાવરણ, જળસંપતિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે ઓલપાડ તાલુકાના છેવાડાના ગામો સુધી નલ સે જલ યોજનામાં પાણીની સુવિધા પહોંચાડવામાં આવી છે, જેમાં જરૂરિયાત મુજબ પાણીની નવી પાઈપલાઈન, બોર અને મોટર માટેના કાર્યો ત્વરિત પૂર્ણ કરવા સલાહ-સૂચન કર્યા હતા.

આ પ્રસંગે તાલુકા પંચાયત ઉપપ્રમુખ કિરણભાઇ પટેલ, સંગઠન પ્રમુખ બ્રિજેશભાઈ, મહામંત્રી કુલદીપસિંહ, તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ જયેશભાઈ, આસપાસના ગામના સરપંચો, જિલ્લા-તાલુકા-ગ્રામ પંચાયત સભ્યો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X